
RSSનાં નેતાએ રાજ્યપાલ સામે કાર્યવાહીનાં સંકેત આપ્યા
'મારા ઈશારે ફાઈલ મુકવામાં આવી હોવાનો મલિકનો નિર્દેશ પાયા વિહોણો જે અધિકારીએ કથિત ઓફર કરી તેની સામે પણ તપાસ કરવામાં આવે'
રાજકોટ : મેઘાલયનાં રાજયપાલ સત્યપાલ મલિકે પોતે જયારે જમ્મુ - કાશ્મીરનાં ગવર્નર હતા ત્યારે આએસએસનાં નેતા અને ઉધોગપતિની ફાઈલ પાસ કરાવવા 300 કરોડની ઓફર કરવામાં આવી હોવાનો આક્ષેપનાં મામલે જાગેલા વિવાદમાં સંઘનાં વરિષ્ઠ નેતા રામ માધવે રાજયપાલ મલિકનાં આક્ષેપોને પાયાવિહોણા બતાવી આ સમગ્ર મામલે તટસૃથ તપાસ કરવાની સરકાર સમક્ષ માગણી કરી છે.
જમ્મુ - કાશ્મીરમાં ભાજપ અને પીડીપીનાં ગઠબંધનવાળી સરકારની રચનામાં મહત્વની ભૂમિકા અદા કરનાર અને અને ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી તરીકે આ રાજયનો હવાલો સંભાળી ચૂકેલા રામ માધવે આજે રાજકોટમાં રાજયપાલ મલિકે કરેલા આક્ષેપો અંગે જણાંવ્યુ હતું કે , મલિકે સંઘનાં એક નેતા એવું કહી મારા ઈશારે ફાઈલ મુકાઈ હોવાનો ઈશારો કર્યો છે પરંતુ આ આક્ષેપો સદંતર ખોટા છે, હું ઈચ્છું છે કે જે તેમના સમયગાળા દરમિયાન જે ડીલ થઈ અને જે ડીલ રદ કરવામાં આવી તે તમામની તપાસ કરવામાં આવે અને જે અિધકારીએ ફાઈલ પાસ કરાવવા ઓફરની વાત કરી છે તે અિધકારીની પણ તપાસ કરવામાં આવે.
રામ માધવે પત્રકારો સાથેની વાતચીતમાં હતું કે , મારા અનુભવને આધારે માનું છું કે એક અિધકારી રાજયપાલ સુધી જઈને ફાઈલો પાસ કરાવવા આવી મોટી ઓફર હોવાની વાત કરી શકે નહિ. આ આખા મામલાની સરકાર તપાસ કરી જે કઈં સાચુ છે તે બહાર લાવે તેવી મારી માગણી છે. પોતે ટુંક સમયમાં દિલ્હી જઈ રહ્યા છે અને આ પ્રકરણમાં રાજપયાલ સામેે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેત આપ્યા હતા.
મેઘાલયનાં રાજયપાલે લાંબા સમય બાદ જમ્મુ - કાશ્મીરનાં તેમના કાર્યકાળમાં થયેલી એક ડીલનો મુદો ઉઠાવ્યો છે તે અંગે સવાલો કરાતા રામ માધવે તેનો જવાબ ટાળી એવું કહયું હતું કે સરકાર આ આક્ષેપોનાં તમામ પાસાઓની તપાસ કરે જેથી દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જાય.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XLBtH2
via IFTTT
إرسال تعليق