અમદાવાદમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા બે ભાગીદાર પકડાયા


દરિયાપુરના તારીક શેખ સામે અગાઉ પોટાતળે કાર્યવાહી થઈ હતી

રાજસ્થાનના જોધપુરથી પચીસ લાખનું મેફેડ્રોન લઈને બારેજાનો તાહિર ઉતર્યો ત્યાં જ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

અમદાવાદ : અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી કરતા બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડયા છે. અગાઉ કારતુસ સાથે પકડાયા પછી લોકોને પાકિસ્તાન મોકલવાના કેસમાં પોટાતળે કાર્યવાહી થઈ હતી તેવા દરિયાપુરના તારીક શેખને ઝડપી લેવામાં આવ્યો છે.

તારીક શેખ બારેજાના તાહીર કુરેશી સાથે ભાગીદારીમાં એમ.ડી. ડ્રગ્સનો ધંધો કરતો હતો. તારીકે જોધપુરથી ડ્રગ્સ ખરીદ્યું હતું અને આ જથૃથો લઈ તાહીર બસમાં અમદાવાદ આવ્યો તે સાથે જ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડયો હતો. ડ્રગ્સની હેરાફેરીના ચોંકાવનારા તથ્યો ખૂલવાની સંભાવનાએ સઘન પૂછપરછ ચાલી રહી છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, દરિયાપુરના મસ્તાન મહોલ્લામાં રહેતો તારીક શેખ અને બારેજાનો રહીશ તાહિરહુસેન કુરેશી ભાગીદારીમાં એમ.ડી. ડ્રગ્સનો ધંધો કરે છે. રાજસૃથાનના જોધપુરથી તારીકે એમ.ડી. ડ્રગ્સનો જથૃથો ખરીદ્યો હતો અને તાહિર આ ડ્રગ્સ લઈને માઉન્ટ આબુથી એસ.ટી. બસમાં બેસીને અમદાવાદ આવવા નીકળ્યો હતો.

નાના ચિલોડાથી નરોડા આવતાં ઓવરબ્રિજના છેડે ઉતરીને તાહિર સીધો જ બારેજા જશે તેવી બાતમીથી પી.આઈ. એચ.એમ. વ્યાસ અને ટીમે વોચ ગોઠવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાહિર હુસેન કુરેશી (ઉ.વ. 30)ની પાસે રહેલા થેલામાંથી પચ્ચીસ લાખ રૂપિયાની કિંમતનું 250 ગ્રામ મેફેડ્રોન ડ્રગ પકડી પાડયું હતું.

તાહિરે કેફિયત આપી હતી કે, પોતે ડ્રગ્સનો આ જથૃથો ડબગરવાડના મસ્તાન મહોલ્લામાં રહેતા તારીકમહંમદ ફરીદમીયાં શેખ સાથે ભાગીદારીમાં લઈને આવ્યો હતો. તા. 22ના રોજ તારીક અને તાહિર સાથે જોધપુર ગયા હતા. તારીકે જોધપુરમાં રહેતા અફસરખાન ફકીર મહોમંદ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથૃથો ખરીદ્યો હતો. 

જોધપુરથી તારીક પાસેથી ડ્રગ્સનો જથૃથો લઈ અલગ પડીને તાહિર આબુ રોડ ગયો હતો. આબુથી ડ્રગ્સ લઈને આવતાં તાહિર પછી તારીકને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. વર્ષ 2003માં તારીક મોહમંદ ફરીદમિયાં શેખ કારતુસ સાથે પકડાયો હતો એ પછી સૃથાનિક લોકોને પાકિસ્તાન મોકલતો હતો. આ કેસમાં પોટા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને અદાલતે 10 વર્ષની સજા ફટકારી હતી.

હાઈકોર્ટમાં દાદ માગતા પાંચ વર્ષની સજા કરાઈ હતી તે ભોગવીને પરત ફરેલા તારીકે મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી હતી. અમદાવાદ અને ગુજરાત ડ્રગ્સની હેરાફેરીનું આયોજનબધૃધ નેટવર્ક ચાલી રહ્યું છે. અગાઉ પોટામાં પકડાઈ ચૂકેલો આરોપી તારીક ડ્રગ્સના ગોરખધંધામાં પકડાતા ક્રાઈમ બ્રાન્ચે ઊંડાણભરી પૂછપરછ શરૂ કરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30LIeJR
via IFTTT

Post a Comment

أحدث أقدم