અંબાજી મંદિર પરિસરમાં નબળી ગુણવત્તાનું માર્બલ ફ્લોરિંગ


ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કર્યાની રજુઆત

સત્યમ કન્ટ્રક્શનનું 1.12 કરોડનું બિલ મંદિર વહિવટી તંત્રએ  અટકાવ્યું

પાલનપુર : શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં નબળી ગુણવત્તાનું માર્બલ ફ્લોરીંગ કરવાના મામલે રજુઆતો બાદ કોન્ટ્રાક્ટર સત્યમ કન્ટ્રક્શનનું બાકી 1.12 કરોડનું બિલ અટકાવવામાં આવ્યું છે. 

અંબાજી મંદિર પરિસરમા માર્બલ રીનોવેશમા 300 રૂપિયે પ્રતિફૂટનો માર્બલ ટેન્ડરમાં ભાવ નક્કી કરાયો હતો અંબાજીમાં અડગો, પેન્થર, આબુ ગ્રીન, સેમીવ્હાઇટ, પ્રથમ વ્હાઇટ અને અન્ય ક્વોલિટીના માર્બલ 15 થી 400 રૂપિયે ફુટના ભાવે વેચાણથી મળે છે જેમાં ટેન્ડર મુજબ મંદિરના ચાચર ચોકમા 300 રૂપિયે પ્રતિફુટના ભાવનો માર્બલ લગાવવાનો થતો હતો પરંતુ કોન્ટ્રાક્ટરે નીચા ભાવનો માર્બલ લગાવવામાં આવતા માર્બલના વેપારી શૈલેશભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવામાં આવી હતી. બાદમાં વરસાદના કારણે માર્બલમાં પાણી ભરાતા રિનોવેશન કરવામાં આવ્યું હતું અને આવી કેટલીક ક્ષતિઓ બહાર આવી હતી.  આ ઉપરાંત ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન થવા મામલે  મંદિર વહીવટી તંત્રએ કોન્ટ્રાક્ટરનું બિલ અટકાવ્યું છે અને આ મામલે સમિતિની રચના થઇ છે. સમિતિના અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આ કામ માટે કોન્ટ્રાક્ટરને અત્યાર સુધીમાં 1.42 કરોડનું ચુકવણી કરી દેવામાં આવ્યું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l5N4to
via IFTTT

Post a Comment

Previous Post Next Post