
ચોમાસામાં શાકભાજીના ભાવમાં 15 ટકાનો વધારો
દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં શાકભાજીના પાકને નુકસાન વાહનવ્યહારને અસર પહોચતાં શાકભાજીની આવક ઘટી
અમદાવાદ : અત્યાર સુધી વરસાદ ખેચાયો હતો પણ બીજી ઇનિંગમાં મેઘરાજાએ ગુજરાતમાં અંડિગા જમાવ્યા છે જેના કારણે હવે ચારેકોર પાણી પાણી થયુ છે. અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાતા શાકભાજીના પાકને મોટુ નુકશાન પહોંચ્યુ છે જેના કારણે શાકભાજી મોંઘી થઇ છે.
અત્યારે શાકભાજીના ભાવમાં 15 ટકાનો ભાવ વધારો થયો છે. જોકે, વેપારીઓનુ માનવુ છેકે, શાકભાજીની આવક વધતા ફરી ભાવમા ઘટાડો નોંધાશે. છેલ્લા કેટલાંય દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્માં તો જળબંબાકાર જેવી સિૃથતી પરિણમી છે. આખીય સિઝનનો વરસાદ વરસી ગયો છે.
ભારે વરસાદને કારણે ખેતીને વ્યાપકપણે નુકશાન પહોચ્યુ છે. આ ઉપરાંત શાકભાજીના પાકને વરસાદી પાણીએ નુકશાન કર્યુ છે. આ ઉપરાંત કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદી પાણીથી રસ્તા ધોવાયા છે આ કારણોસર વાહન વ્યવહાર બંધ કરાયો છે જેની અસર થઇ છે. શાકભાજીનો જથૃથો આવતો અટક્યો છે.
અમદાવાદમાં એપીએમસી માર્કેટમાં શાકભાજી લઇને આવતી ટ્રકોની સંખ્યા ઘટી છે. આ તરફ શાકભાજીની આવક ઘટી છે જયારે સામે છેડે શાકભાજીની માંગ યથાવત રહી છે પરિણામે ભાવ વધારો થયો છે. જે શાકભાજી રૂા.5થી રૂા.15 કિલો વેચાઇ રહ્યા હતાં તેનો ભાવ હવે રૂા.20થી માંડીને રૂા.35 સુધી પહોચ્યો છે. ચોમાસામાં શાકભાજીના ભાવમાં 15 ટકા સુધીનો વધારો થયો છે.
શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ છે. હોલસેલ માર્કેટથી છુટક લારીવાળા સુધી પહોંચતા શાકભાજીના ભાવમાં વધુ ભાવ વધારો થાય છે. હોલસેલ વેપારીઓનું કહેવુ છેકે, ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવ પર અસર થઇ છે.
એપીએમસી માર્કેટમાંથી નહી, લારીવાળા ગ્રાહક પાસેથી બમણો ભાવ લે છે. ભાવ નિયંત્રણ માટે કોઇ ઓથોરિટી જ નથી જેના કારણે ગ્રાહકને વધુ નાણાં ચૂકવવાનો વારો આવે છે. શાકભાજીની આવક વધતા ફરી ભાવ ઘટાડો થશે. આ માત્ર ટૂંકા ગાળાનો ભાવ વધારો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l2kN6O
via IFTTT
Post a Comment