નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ દોઢ વર્ષે 20 નવેમ્બરથી લેવાશે


અધ્યાપક બનવા માટેની UGCની 

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ અગાઉ પરીક્ષા મોકુફ કર્યા બાદ નવી તારીખો જાહેર કરી

અમદાવાદ : કોલેજોમાં લેકચરર-અધ્યાપક બનવા અને રીસર્ચ ફેલોશિપ મેળવવા માટેની યુજીસીની નેટ (નેશનલ એલિજિબિલિટી  ટેસ્ટ) હવે દોઢ વર્ષે 20 નવેમ્બરથી લેવાશે.નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નેટ અગાઉ મોકુફ કરાયા બાદ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામા આવી છે.

યુજીસી-નેટ દર વર્ષે જુન અને ડિસેમ્બરમાં લેવાય છે.કોરોનાને પગલે ગત વર્ષે 2020ની ડિસેમ્બર સેશનની પરીક્ષા મોકુફ થયા બાદ જુનમાં પણ પરીક્ષા લેવાઈ ન હતી. એનટીએ દ્વારા સપ્ટેમ્બરમાં પરીક્ષા લેવાનું જાહેર કરાયા બાદ અનેકવારની ઉમેદવારોની અન્ય પરીક્ષા સાથે નેટ પરીક્ષા કલેશ થતી હોવાની રજૂઆતોને પગલે તારીખો વારંવાર બદલી પડી હતી.

ત્રણ વાર પરીક્ષાની તારીખો બદલ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષા મોકુફ કરાઈ હતી. પરંતુ નવી તારીખો જાહેર કરી દેવાઈ છે.જે મુજબ 20, 21, 22, 24, 25, 26,29,30 નવેમ્બરે અને 1,3,4 અને પ ડિસેમ્બરે પરીક્ષા લેવાશે. હવે આ નવી તારીખો મુજબ પરીક્ષાની હૉલ ટીકિટ 10 નવેમ્બર બાદ  જાહેર થશે.મહત્વનું છે કે કોરોનાને લીધે નેટ પરીક્ષા દોઢ વર્ષે લેવાશે અને જે બે સેશનની ભેગી પરીક્ષા હશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pvIarZ
via IFTTT

Post a Comment

Previous Post Next Post