
- અઠવાડિયામાં છ દિવસ ટ્રેન સેવાનો લાભ મળશે
- મેમુ ટ્રેન અમદાવાદથી સાંજના ૬.૩૦ કલાકે અને સવારના ૭.૫૦ કલાકથી વિરમગામથી ઉપડશે
વિરમગામ : રેલવે વિભાગ દ્વારા તા. ૧-૧૧-૨૦૨૧થી વિરમગામ-અમદાવાદ વચ્ચે સ્પેશ્યલ મેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાતા મુસાફરોમાં આનંદની લાગણી જન્મી છે. ટ્રેન અમદાવાદથી સાંજના ૬.૩૦ કલાકે અને વિરમગામ સ્ટેશન પરથી સવારના ૭.૩૦ કલાકે ઉપડશે ટ્રેન સેવા શરૂ થતા વિરમગામ, માંડલ, છારોડી, સાણંદ, સહિતના ગામોના લોકોને ફાયદો થશે.
વિરમગામ રેલ્વે જકશંન ઉપરથી વિરમગામ અમદાવાદ વચ્ચે મેમુ ટ્રેન દોડાવા માટે વિરમગામ પેસેન્જર એશોશીએન વહેપારીઓ રાજકીય આગેવાનો દ્વારા રેલ્વેતંત્ર સમક્ષ ઘણા સમયથી માંગ કરવામાં આવી હતી ત્યારે રેલવે તંત્ર દ્વારા દૈનિક મુસાફરો માટે અમદાવાદ વિરમગામ ટ્રેન તારીખ ૧-૧૧-૨૦૨૧થી અઠવાડીયામાં છ દિવસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવેલ છે. વિરમગામ મેમુ સ્પેશ્યલ ટ્રેન અમદાવાદથી સાંજના ૬.૩૦ ઉપડશે અને તે જ દિવસે ૮.૧૦ કલાકે વિરમગામ પહોંચશે. આ ટ્રેન વિરમગામથી સવારના ૭.૫૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૦૯.૫૫ કલાકે અમદાવાદ પહોંચશે આ ટ્રેનને જખવાડા, છારોડી, સાણંદ, આંબલીરોડ, ચાંદલોડિયા, સાબરમતી, અમદાવાદ સ્ટેશન ઉપર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેન શરૂ કરવાનાં નિર્ણય થતા દરરોજ વિરમગામ માંડલ દેત્રોજ ખાતેની અપડાઉન કરતા સરકારી કર્મચારી વહેપારીઓ નોકરીયાત વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી.
વિરમગામ-વલસાડ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા માંગ
કોરોનાનું સંક્રમણ વધતા લોકડાઉન દરમિયાન રેલવે વિભાગ દ્વારા ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં સંક્રમણ હળવું પડતા તંત્ર દ્વારા તબક્કાવાર ટ્રેન સેવાને પૂર્વરત કરવામાં આવી રહી છે. ત્યારે એક વર્ષ અગાઉ બંધ કરાયેલી વિરમગામ વલસાડ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા પ્રબળ માંગ ઉઠવા પામી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZO3uhU
via IFTTT
إرسال تعليق