ગળુ કાપી યુવકની ક્રૂરતા પૂર્વક હત્યા ઃ લાશને કોથળામાં પેક કરી અવાવરુ સ્થળે ફેંકી

અમદાવાદ,શનિવાર

દાણીલીમડામાં યુવકનું ગળું કાપીને કરપીણ હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા લાશને કોથળામાં પેક કરીને અવાવરુ સ્થળે ફેંકી હતી. પોલીસ તપાસમાં યુવક દસ દિવસથી ગુમ થયો હતો. અંગત અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હોવાની શંકા આધારે પોલીસે શકમંદ શખ્સોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

યુવક  દસ દિવસથી ગુમ  થયો હતો ઃ ગેંગવોરમાં ધાક જમાવવા  હાથ બાધીને  કરપીણ હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશને કોથળામાં ભરી  ફેકી દીધી

આ કેસની વિગત એવી છે કે દાણીલીમડા વિસ્તારમાં ન્યું  ફૈસલનગર પાસે હઝરત કલંદરનગર ખાતે રહેતા હુસનાબાનું યુસુફભાઇ સૈયદે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમનો ૨૫ વર્ષનો પુત્ર શાહરુખ ઉર્ફે મસરી તા. ૧૫ના રોજ બપોરના ૧૨ વાગ્યાથી  ઘરેથી નીકળી ગયો હતો, જે  આજદિન સુધી પરત આવ્યો ન હતો. પરિવારજનો સગાના ત્યાં શોધખોળ કરી રહ્યા  હતા.

દરમિયાન ગઇકાલે રાતે ૮ વાગે ફરિયાદીની દિકરીએ આવીને કહ્યું કે ઘરની પાસે આવેલા સોઢણ તલાવડી ખંડેર ઓરડીમાંથી  લાશ મળી છે. જેને લઈને ફરિયાદી તુરંત ત્યાં દોડી ગયા હતા અને ત્યાં જઇને જોયું તો લોકોનું ટોળું એકઠું થયેલું હતું. ઓરડીમાં પ્લાસ્ટીકના કોથળામાં માનવ ધડ અને ખોપરી મળી આવી હતી. પોલીસે આવીને ફરિયાદી મહિલાને લાશ બતાવતાં પોતાના પુત્રની હોવાનું બહાર આવ્યું હતુ. પોલીસે કોથળો ખોલીને તપાસ કરતાં અજાણ્યા શખ્સોએ મૃતક યુવકના હાથ બાંધીને ગળા તથા ખભા સહિત તિક્ષ્ણ હથિયારના ઉપરા છાપરી ઘા મારીને હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવા લાશને કોથળામાં પેક કરીને નાંખી દીધી હતી.  દાણીલીમંડા પોલીસે હત્યાનો ગુનો નોધી શકમંદ આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lWlNJ6
via IFTTT

Post a Comment

Previous Post Next Post