પોલીસ ઉપર પથ્થરમારો કરી સમન્સ ફાડી નાંખીને તડીપારના આરોપીને ભગાડી મૂક્યો

અમદાવાદ,શનિવાર

અમદાવાદમાં અસામાજિક તત્વો એટલી હદે બેફામ બની રહ્યા છે કે પોલીસ પર હુમલો કરતા પણ અચકાચા નથી, રામોલ બાદ રખિયાલમાં પોલીસ પર હુમલો કરીને સમન્સ ફાડી કાઢીને તડીપાર આરોપીને ભગાડી મૂક્યો હતો. રખિયાલ પોલીસે નવ શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રામોલમાં પણ બે દિલસ પહેલા એક યુવકને છરી મારી ભાગી રહેલા આરોપીને પકડવા ગયેલા કોન્સ્ટેબલને ઘર બંધ કરીને ઢોર માર માર્યા બાદ છરીથી હુમલો કર્યો હતો. 

વારંવાર કેમ મારા ઘરે આવી જાય છે, તું અહીથી ભાગીજા  નહિ તો કાપી નાંખી પતાવી દઇશું ઃ પોલીસ વાળાને મારીને ભગાડો બૂમો પાડતાં ટોળાએ પોલીસ હુમલો કર્યો

આ કેસની વિગત એવી છે કે  રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા અને કોર્ટના સમન્સ પાઠવવાની કામગીરી કરતા એલ.આર.ડી, જયદેવભાઇએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં પ્રભાવતી ચાલીમાં રહેતા ગફૂરભાઇ સીમરખાન પઠાણ સહિત નવ આરોપી સામે ફરિયાદ નોેંધાવી છે કે  પ્રભાવતીની ચાલીમાં રહેતી મહિલાને ગઇકાલે સાંજે કોર્ટમાં હાજર રહેવા માટેનું સમન્સ બજાવવા ગયા હતા. આ સમયે તેમના પતિ હાજર હતા તેમને કહ્યુ કે તમે બે વર્ષ માટે તડીપાર હોવાથી ચોકી પર તમારી વિરુધ્ધમાં અરજીઓ આવી છે માટે નિવેદન લખાવવા આવવુ ંપડશે તેમ કહેતાની સાથે આરોપી ઉશ્કરાઇ ગયા હતા.

વારંવાર કેમ મારા ઘરે આવી જાય છે, તું અહીથી ભાગીજા નહિ તો કાપી નાંખી પતાવી દઇશું  તેમ કહીને સમન્સ ફાડી કાઢ્યો હતો અને પોલીસ વાળાને મારીને ભગાડો બૂમો પાડતાં  આસપારસના લોકો ભેગા થઇ ગયા હતા પોલીસ  ઉપર પથ્થરમારો કર્યો હતો. જેને લઇને કોન્સ્ટેબલને પોલીસ સ્ટેશન જાણ કરતાં વધુ પોલીસ કાફલો દોડી આવ્યો હતો આ સમયે ટોળાએ તડીપાર આરોપીને ભગાડી મૂક્યો હતો આ  બનાવ અંગે રખિયાલ પોલીસે રાયોટિંગ સહિતની કલમ મુજબ ગુનો નોેધી વધુ તપાસ હાથ ધરી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ERUoRe
via IFTTT

Post a Comment

Previous Post Next Post