અમદાવાદ,સોમવાર
સૈજપુરમાં વહુ અને સસરાના પવિત્ર સબંધને લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે,સસરાએ શિક્ષિકા પુત્રવધુનો હાથ પકડીને કહ્યું કે તું મારી ઇચ્છા પૂરી કરે તો તારા વિરુધ્ધની અરજીઓ પરત ખેંચી લઉ, આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તમે મારા વિરુધ્ધ કેમ સમાચાર છપાવો છો, કહેતાની સાથે સસરાએ ઉશ્કેરાઇને તારા વિરુધ્ધની અરજીઓ પરત ખેંચવાનું કહી અભદ્ર માંગણી કરતા મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો
આ કેસની વિગત એવી છે કે નવા નરોડા સૈજપુર બોધા વિસ્તારમાં રહેતા અને શિક્ષિકા તરીકે નોકરી કરતી ૩૬ વર્ષની મહિલાએ વૃધ્ધ સસરા સા મે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે, મહિલાને ઘરમાં છ વર્ષથી તકરાર ચાલતી હતી, જેને લઇને સસરા તેની સામે પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરતા હતા, ગઇકાલે બપોેરે વહુ અને સસરા ઘરમાં એકલા હાજર હતા આ સમયે વહુએ સસરાને કહ્યું કે તમે મારા અને પતિ વિરુધ્ધ પેપરમાં સમાચારો કેમ છપાવો છો.
તેમ કહેતાની સાથે જ સસરાએ ઉશ્કેરાઇને વહુનો હાથ પકડીને મારી ઇચ્છા પૂરી કરે તોે તારા વિરુધ્ધની અરજીઓ પાછી ખેંચી લઉ તેમ કહીને અભદ્વ માંગણી કરી હતી. જેથી વહું એ પોલીસ કન્ટ્રોલમાં ફોન કરતાં પોલીસ આવી પહોચી હતી અને આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે સસરા સામે ગુનો નાંેેધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ANQ4jq
via IFTTT
Post a Comment