ડમ્પરને ટક્કર વાગ્યા બાદ ઇકો-કારને અથડાતા સગીરનુંમોત ઃ બાઇક ચાલક કિશોર ઘાયલ

 અમદાવાદ,રવિવાર

અમદાવાદમાં બેફામ વાહન હંકારવાના કારણે અકસ્માત મોતના બનાવો વધી રહ્યા છે, નિકોલ વિસ્તારમાં દાસ્તાન સર્કલ પાસે બે પિતરાઇ ભાઇ બાઇક પર બેસીને જતા હતા. ડમ્પરને ટકારાયા બાદ કાર  અને ઇકોની ટક્કર વાગતાં સગીરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને બાઇક ચાલક કિશોર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બે પિતરાઇ ભાઇ બાઇક ઉપર બેસીને જતા હતા ઃ ઓવર ટેક કરવા જતા ડમ્પરને અથડાયા ઃ સગીરની ખોપડી 

તૂટી,શરીરે ગંભીર ઇજા થતા સ્થળ ઉપર કરુણ મોત

આ કેસની વિગત એવી છે કે બાપુનગરમાં પન્ના એસ્ટેટ પાસે નાથા મંગળના છાપરામાં રહેતા જશુભાઇ.સી. ઠાકોરનો ૧૪ વર્ષનો દિકરો તથા તેમના ભાઇ અશોકભાઇ ઠાકોરનો ૧૫ વર્ષનો પુત્ર બાઇક પર ગઇકાલે સવારે નિકોલ વિસ્તારમાં દાસ્તાન સર્કલથી કઠવાડા ગામ તરફ જઇ રહ્યા  હતા,   આ સમયે ફૂલ સ્પિડમાં  ડમ્પરને ઓવર ટેક કરવા જતાં બાઇક ડમ્પર સાથે અથડાતાં બન્ને જણા રોડ પર પટકાયા હતા, ત્યારબાદ કાર અને ઇકો કાર સાથે પણ ટકરાયા હતા જેથી ૧૪ વર્ષના સગીરની ખોપરી તૂટી જતાં તથા શરીરને ભાગે પણ ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર મોત નીપજ્યું હતું.

જ્યારે બાઇક ચાલક કિશોરને પણ ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવના પગલે નિકોલથી ઓઢવ સુધીના માર્ગે પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ બાઇક ચલાવનારા  કિશોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zO4773
via IFTTT

Post a Comment

أحدث أقدم