મકાનના હપ્તા માટે પિયરમાંથી રૃપિયા લાવવાની ના પાડતા પતિએ માર મારી પત્નીને કાઢી મૂકી

 અમદાવાદ,રવિવાર

અમદાવાદમાં કોરોનાની મહામારી બાદ ધંધા રોજગાર પડી ભાગતા શ્રમજીવી પરિવારના લોકોમાં આર્થિક ભીંસના ઘરેલું હિંસના બનાવો વધી રહ્યા છે, નરોડામાં મકાનના હપ્તા ભરવા માટે પિયરમાંથી રૃપિયા લાવવાનો ઇન્કાર કરતાં પતિએ માર મારીને પત્નીને તથા પુત્રીને કાઢી મૂક્યા હતા. આ બનાવ અંગે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘરને તાળુ મારી  માતા-પુત્રીને  તગેડી મૂકી ઃ જો તું ઘરમાં પગ મૂકીશ તો  જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા મામલો પોલીસ  સ્ટેશને પહોચ્યો

આ કેસની વિગત એવી છે કે  નરોડા  સ્વામિનારાયણ પાર્ક પાસે બાલાજી એન્કલેવમાં રહેતા સોનલબહેન વિમલભાઇ ત્રિવેદી(ઉ.વ.૪૪)

એ નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ વિમલભાઇ મહેશભાઇ ત્રિવેદી સામે ફરિયાદ નાંેધાવી છે કે ગઇકાલે  સવારે દસ વાગે ફરિયાદી તથા પતિ અને પુત્રી  ઘરે હાજર હતા. આ સમયે પતિએ મકાનના હપ્તા ભરવા માટે પિયરમાંથી રૃપિયા લઇ આવવાનું કહેતા ફરિયાદીએ ઇન્કાર કર્યો હતો. જ્યાં પતિ  એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને ગોળો બોલવા લાગ્યા હતા, તેમને સમજાવવા છતાં માન્યા ન હતા અને બોલાચાલી કરીને તકરાર કરતા હતા.

એટલું જ નહી શરીરે ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા જો કે દિકરીએ  વચ્ચે પડીને ફરિયાદીને વધુ મારથી છોડાવી હતી, ત્યારબાદ પતિ ઘરને તાળુ મારીને ફરિયાદી તથા તેમની પુત્રીને ઘર બહાર કાઢી મૂક્યા હતા અને જતા જતાં ધમકી આપી હતી કે તું મારા ઘરે પગ મૂકીશ તો જાનથી મારી કાઢીશ. આ બનાવ અંગેે માતા-પુત્રીએ નરોડા પોલીસ  સ્ટેશનમાં જઇને  મહિલાએ પતિ સામે  ફરિયાદ કરતા  નારોડા  પોલીસે ગુનો  નોંધીને ફરાર પતિની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WeZMfz
via IFTTT

Post a Comment

أحدث أقدم