વિરમગામ મર્કેન્ટાઇલ કો.ઓ. બેંકની બોપલ શાખા બંધ કરવા સામે હાઈકોર્ટનો સ્ટે


- ભૂજ મર્કેન્ટાઈલ બેંકમાં મર્જરને મંજૂરી મળી હતી

- કેટલાક સભાસદોએ મર્જર રદ ન થાય તે માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા

વિરમગામ : વિરમગામ શહેરમાં આવેલ વિરમગામ મર્કેન્ટાઇલ કો.ઓ. બેંક લી.ના બેંકના સભાસદોએ બેન્કનું મર્જર ભુજ મર્કેન્ટાઇલ બેંકમાં કરવા સાધારણ સભામાં સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. જે અન્વયે દરેક સભાસદને ૧૦૦ રૂા.ના શેરના રૂા. ૪૪૦ આપવાનું નક્કી થયું હતું અને દરેક સભાસદને રૂા. ૭૫૦ની ગીફ્ટ આપવાનું નક્કી થયું હતું. 

બાદમાં તાજેતરમાં રીઝર્વ બેન્કની મર્જરની આ સ્કીમને મંજુરી આપી હતી બાદમાં એપ્રિલ ૨૦૨૧માં બોર્ડ ઓફ ડાયરેકટર્સ દ્વારા રીઝર્વ બેન્કને આ મર્જરનો ઠરાવ રદ કરવા જાણ કરેલ હતી. રીઝર્વ બેંક દ્વારા બેન્કના કામકાજમાં સુધારો ન હોવાનું જણાવી બેંકના એનપીએ પણ ૩૦ ટકા વધારે હોવાથી મર્જર રદ કરવાનો ઠરાવ માન્ય રાખેલ ન હતો. રજીસ્ટાર (સહકાર મંડળીઓ) ગાંધીનગરને તાત્કાલીક પગલાં લેવા જણાવ્યું હતું બાદમાં (વીમકો બેંક) બેંકના અમૂક સભાસદો દ્વારા આ મર્જર રદ ન થાય તે માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેમજ ભુજ મર્કેન્ટાઇલ બેંક દ્વારા પણ વિમકો બેંક દ્વારા મર્જર કાર્યવાહી પુરી ન થાય ત્યાં સુધી વિમકો બેન્ક દ્વારા કોઈપણ પ્રકારના પોલીસી ડીસીસન ન લેવાય તથા બોપલ બ્રાંચ બંધ ન થાય તે માટે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવતા હાઈકોર્ટ દ્વારા બેન્કીંગ રેગ્યુલેશન એક્ટની કલમ ૪૪ એ (૪) ટાંકી એક વખત આરબીઆઇ  દ્વારા મર્જરનો ઓર્ડર કર્યા બાદ તે ઓર્ડર બન્ને બેંક તથા તેના દરેક સભાસદોને બંધનકર્તા રહે છે. તેમજ બેંકના સભાસદોની સાધારણ સભાને પણ તેમાં કોઈ ફેરફાર કરવાનો અધિકાર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે વિમકો બેંકની બોપલ શાખા ૧૦-૫-૨૦૧૩થી કાર્યરત હતી જેમાં પાંચ કર્મચારીઓ ફરજ બજાવતા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DzuW28
via IFTTT

Post a Comment

أحدث أقدم