વસ્ત્રાલમાં સાયકલને ટક્કર મારી કિશોરને ઘાયલ કરી મીની ટ્રકનો ડ્રાઇવર ફરાર

 અમદાવાદ,મંગળવાર

પૂર્વ વિસ્તારમા હિટ એન્ડ રનના બનાવોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે, ઓઢવ અને વટવા બાદ વસ્ત્રાલમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે.  જેમાં ટયુશન ક્લાસમાં જઇ રહેલા કિશોરની સાયકલને ટક્કર મારીને મીની ટ્રકનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ કિશોરને ખાનગી હોસ્પિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર ડ્રાઇવરની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

શિક્ષકનો ૧૫ વર્ષનો પુત્ર ટયુશન ક્લાસમાં જતો હતો ત્યારે  વસ્ત્રાલ મહાદેવનગરના ટેકરા પાસે પૂર ઝડપે આવી રહેલી મીની ટ્રકને ટક્કર મારી ઘાયલ કિશોર સારવાર હેઠળ 

આ કેસની વિગત એવી છે કે   વસ્ત્રાલ વિસ્તારમાં ભાવના સ્કૂલ પાછળ પાણીની ટાંકી કેનાલ નજીક સુમીતનગરમાં રહેતા દિલીપકુમાર ઇન્દ્રદેવ મિશ્રા (ઉ.વ.૪૫)એ ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મીની ટ્રકના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૬ને રવિવારના રોજ  સવારે ૮.૩૦ વાગે ફરિયાદીનો ૧૫ વર્ષનો પુત્ર સાયકલ લઇને ટયુશન ક્લાસમાં જતો હતો આ સમયે વસ્ત્રાલ મહાદેવનગરના ટેકરા પાસે પૂર ઝડપે આવી રહેલી મીની ટ્રકના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં સાયકલને ટકકર મારી હતી જેથી કિશોર નીચે પડી જતાં હાથે અને શરીરના ભાગે ગંભીર ઇજા થતાં  સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ  ઓઢવ અને વટવામાં હિટ એન્ડ રનના બે બનાવમાં ચાર લોકો ઘાયલ થયા હતા. જેમાં વટવામાં બાઇક ચાલકને ફ્રેકચર થયું હતું. જ્યારે ઓઢવમાં પતિ-પત્ની અને પુત્ર ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે ગુનો નોંધીને ફરાર વાહન ચાલકોને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ALRmLI
via IFTTT

Post a Comment

Previous Post Next Post