અમદાવાદ,મંગળવાર
સુકન્યા સમૃધ્ધિ અને મુખ્યમંત્રી કન્યા વિવાહ સરકારી યોજનામાં લાભની લોભામણી લાલચ આપીને શ્રમજીવી વર્ગના ૩૦૦ લોકો સાથે ઠગાઇ કરી હતી. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ગાંધીનગરના બે લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરકારી યોજનામાં લાભ અપાવવાના બહાને ફોર્મ ભરાવી બેન્કમાં ખાતા ખોલાવી લાખોની ઠગાઇ કરી ઃ કાગડાપીઠ પોલીસે ગાંધીનગરના લોકો સામે ગુનો નોધ્યો
આ કેસની વિગત એવી છે કે કાંકરિયા વિસ્તારમાં જૂની પાયલોટ ડેરી પાસે ન્યું આદર્શ સોસાયટીમાં રહેતા વંદનાબહેન રાકેશભાઇ સોલકી (ઉ.વ.૪૦)એ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગાંધીનગર જિલ્લાના સરગાસણ ખાતે પાણીની ટાંકી પાસે લોટસ પ્રમુખ ફ્લેટ વોટર ડિસ્ટ્રીબ્યુ ખાતે રહેતા સંતોષકુમાર કચરાભાઇ રાવલ અને ગાંધીનગર જિલ્લાના વાવોલ ખાતે શિવેશ-૧૯૫ ખાતે રહેતા વૈશાલીબહેન ઉર્ફે પુજાબહેન રઘજીભાઇ પટેલ સામે ફરિયાદ નોધાવી છે કે આરોપીઓએ ભેગા મળી માર્ચ ૨૦૧૯માં સુકન્યા સમૃધ્ધિ અને મુખ્યમંત્રી કન્યા વિવાહ સરકારી યોજનામાં લાભની લોભામણી લાલચ આપી શ્રમજીવી વર્ગના ૩૦૦ ને ફોર્મ ભરાવ્યા હતા.
ફરયિાદી અને તેમના સગા સબંધી સહિત લોકોને સહાય અપાવવાના બહાને ફોર્મ ભરાવ્યા પછી બે વર્ષ સુધી કોણપણ જાતની સહાય આપી ન હતી અને લોકો પાસે બેન્કમાં ખાતા પણ ખોલાવડાવ્યા હતા અને ૩૦૦ શ્રમજીવી વગના લોકો પાસેથી રૃા. ૪૨ લાખ પડાવીને છેતરપીંડી કરી હતી. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZGyal1
via IFTTT
Post a Comment