
ટેબલ ઉપર પડેલી થેલીમાંથી રૂ. 70,000 મળ્યા
આઈપીએલમાં ધૂમ ક્રિકેટ સટ્ટા ઉપર ધોંસ બોલાવી સી.જી. રોડ પર પોલીસ કાર્યવાહી
અમદાવાદ : આઈપીએલ ઉપર ધૂમ ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાઈ રહ્યો છે. નવરંગપુરા પોલીસે સીજી રોડ ઉપર પુલ અને સ્નુકર ટેબલના કાઉન્ટર ઉપર બેઠેલા યુવકને મોબાઈલ ફોન પર ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી લીધો છે.
નવરંગપુરા પોલીસને બાતમી મીળી હતી કે, સીજી રોડ ઉપર આવેલા ઓમ કોમ્પલેક્સના ભોંયરામાં સ્ટ્રીપ એન્ડ સોલિડ પુલ એન્ડ સ્નુકર નામની દુકાનના કાઉન્ટર ઉપર બેઠેલો શખ્સ આઈપીએલ ટ્વેન્ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટની હૈદ્રાબાદ અને રાજસૃથાન વચ્ચેની મેચ ઉપર સટ્ટો રમાડે છે.
રાત્રે 10-30 વાગ્યે પોલીસની ટીમે સૃથળ ઉપર પહોંચીને તપાસ કરતાં કાઉન્ટર ઉપર બેઠેલો પરેશ ધીરજલાલ સોની (ઉ.વ. 44, રહે. વિરાટ એપાર્ટમેન્ટ, સોલા રોડ, ઘાટલોડિયા) તેના મોબાઈલ ફોન ઉપર ક્રિકેટ સટ્ટો રમી રહ્યો હતો.
રાધે એક્સચેન્જ નામની આઈડી ઉપર આઈ 11 નામના યુઝર તરીકે ક્રિકેટ સટ્ટો રમતા યુવકના બે મોબાઈલ ફોન અને ટેબલના ખાનામાંથી 70000 રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યાં હતાં. નવરંગપુરા પીએસઆઈ એલ.એન. સાંસલાએ પરેશ સોની સામે મોબાઈલ ફોન ઉપર ક્રિકેટ સટ્ટો રમવા અને રમાડવા અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kMWnhn
via IFTTT
إرسال تعليق