અમદાવાદ,મંગળવાર
શાહીબાગમાં લૂખ્ખા તત્વોએ ધાક જમાવવવા નિર્દોષ રિક્ષા ચાલકને રોક્યા બાદ મધરાતે જાહેરમાં પાઇપ અને ચાકુથી ેજીવલેણ હુમલો કર્યો હતો.
નિકોલમાં રહેતો યુવક મામાને મળીને ઘરે જતો હતો ઃ કોઇ કારણ વગર અજાણ્યા ત્રણ શખ્સોઓએ રોકીને જીવલેણ હુમલો કર્યો
આ કેસની વિગત એવી છે,નિકોલ વિસ્તારમાં મંગલ પાંડે હોલ પાસે પ્રતિક સોસાયટી નજીકમાં બળીયાદેવના ટેકરાના છાપરા ખાતે રહેતા અને ઓઢવ પ્લાસ્ટીકની ફેકટરીમાં નોકરી કરતા અજયભાઇ કિશનભાઇ પટણી (ઉ.વ.૧૯) તા. ૩૦ના રોજ રિક્ષા લઇને અસારવામાં મામાનાઘરે આવ્યા હતા. માંમાના ઘરેથી પોતાની રિક્ષા લઇને ઘરે જઇ રહ્યા હતા જ્યાં રાતે ૧ વાગે અસારવાર મોહન સિનેમા પાસે ત્રણ અજાણ્યા શક્સોએ યુવકને રોકીને રિક્ષામાંથી નીચે ઉતાર્યા બાદ લોખંડના પાઇપ તથા ચાકુથી જીવેલેણ હુમલો કરીને નાસી ગયા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jwSug3
via IFTTT
إرسال تعليق