એરપોર્ટમાં વિઝિબિલિટી ડાઉન ફલાઈટ લેન્ડ ન થતા તકલીફ


અમદાવાદમાં વરસાદ વચ્ચે ખરાબ વાતારણને લીધે

દિલ્હીથી અમદાવાદ આવતી ફલાઇટ સુરત ડાઇવર્ટ :150 મુસાફરો હેરાન

અમદાવાદ : ખરાબ વાતાવણના પગલે દિલ્હીથી અમદાવાદ આવતી ફલાઇટને સુરત એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી જેના કારણે ફલાઇટમાં સવાર 150થી વધુ મુસાફરો હેરાનપરેશાન થઇ ગયા હતા.

દરમિયાન અમદાવાદથી દિલ્હી માટે ઉડાન ભરનારી આ ફલાઇટ બે કલાક મોડી પડી હતી, આમ બંને દિશાઓમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સ્પાઇસજેટની (એસજી 8131) ની દિલ્હીથી અમદાવાદની ફલાઇટ તેના નિર્ધારીત સમયે બપોરે 4:07 કલાકે રવાના થઇ હતી. ફલાઇટમાં ઓનબોર્ડ 150થી વધુ મુસાફરો સવાર હતા.

ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરે તે પહેલા વરસાદ ખાબકતો હોવાથી રન-વે પર વિઝિબિલિટિ એકદમ ડાઉન થઇ ગઇ હતી. પાયલોટે ફલાઇટને લેન્ડ કરવાનો પ્રયત્ન કર્યો પણ શક્ય ન બનતા એર ટ્રાફિક કંન્ટ્રોલરે (એટીસી) ફલાઇટને લેન્ડીંગની મંજૂરી આપી ન હતી આમ સુરત એરપોર્ટ પર વાતાવરણ ક્લીયર હોવાથી પાયલોટે આ ફલાઇટને સુરત એરપોર્ટ પર ડાઇવર્ટ કરી હતી.

આમ ઓનબોર્ડ મુસાફરોને ફલાઇટ ડાઇવર્ટનું એનાઉન્સમેન્ટ પણ કરી દેવામાં આવ્યુ હતું  આમ ફલાઇટ સુરત એરપોર્ટ પર સાંજે 5:35 કલાકે લેન્ડ થઇ હતી.  આ દરમિયાન તમામ મુસાફરોને એક કલાક સુધી ફલાઇટમાં ગોંધી રાખવામાં આવતા મુસાફરો પણ અકળાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર વાતાવરણ ક્લીયર હોવાનો મેસેજ આવતા આ ફલાઇટ સુરતથી 6:35 કલાકે અમદાવાદ માટે ઉડાન ભરી હતી.

અમદાવાદ એરપોર્ટ પર સાંજે 7:50 કલાકે ઉતરાણ કર્યુ હતું. આ ફલાઇટ અમદાવાદથી સાંજે 6:15 કલાકે રીટર્ન દિલ્હી માટે ટેકઓફ થવાની હતી, પરંતુ ડાઇવર્ટ થયેલી ફલાઇટ બે કલાક મોડી પડતા અમદાવાદથી દિલ્હીના રાતે 8 વાગે ટેકઓફ થતા 100થી વધુ મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. આમ ચાર વાગે અમદાવાદ આવેલા મુસાફરો પાંચ કલાક બાદ દિલ્હી પહોંચતા ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડયો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zEZZr6
via IFTTT

Post a Comment

أحدث أقدم