સહી પોષણ-દેશ રોશનના મંત્ર સાથે કુપોષણ સામે લડીશું : શાહ


ઇસ્કોન મંદિરમાં અમિત શાહે પૂજા અર્ચના કરી 

કેન્દ્રીય ગૃહપ્રધાને સગર્ભા બહેનો માટે લાડુ વિતરણ યોજનાનો શુભારંભ કરાવ્યો 

અમદાવાદ : ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં સ્વયંસેવી સંસ્થાઓ અને વહીવટી  તંત્રના સહકારથી 7 હજારથી વધુ સગર્ભા બહેનો કુપોષણ સામે શારિરીક અને માનસિક રીતે સજ્જ બને તે માટે લાડુ વિતરણ યોજના શરૂ કરાઇ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ યોજનાનો શુભારંભ કરાવતા જણાવ્યું કે, સહી પોષણ દેશ રોશનના મંત્ર સાથે કુપોષણની લડાઇ લડવાની છે. 

અમદાવાદના ત્રણ દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલેક્ટર કચેરી અને મ્યુનિ.ઓફિસમાં વિવિધ પ્રોજેક્ટોની સમિક્ષા કરી હતી. આ ઉપરાંત લાડુ વિતરણનો ય શુભારંભ કરાવ્યો હતો.

સાણંદ તાલુકાના નિધરાડ ગામમાં આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસૃથાનથી દેશવ્યાપી પોષણ અભિયાનની શરૂઆત કરી છે અને પૌષ્ટિક આહાર અંગે લોકજાગૃતિ ફેલાવવાનુ અભિયાર્શરૂ કર્યુ છે તે અભિયાને જનઆંદોલનનુ સ્વરુપ ધારણ કર્યુ છે.

અમિત શાહે પેરાલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનારાં ભારતીય રમતવીરોને અભિનંદન આપ્યા હતાં. ખાસ કરીને ગુજરાતની ભાવિના પટેલને શુભકામના પાઠવી હતી.

તેમણે દરેક ગામના સરપંચને સરકારી યોજનાનો લાભ મળવાપાત્ર કોઇપણ વૃધૃધ,વિધવા સહાય યોજના ઉપરાંત આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભથી વંચિત રહી ન જાય તે અંગે તાકીદ કરી હતી.  જન્માષ્ટમીના પાવન પ્રસંગે અમિત શાહે ઇસ્કોન મંદિરે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. તેમણે નગરજનોને કૃષ્ણજન્મોત્સવની શુભેચ્છા પાઠવી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WHIEPJ
via IFTTT

Post a Comment

Previous Post Next Post