અમદાવાદ,રવિવાર
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લૂખ્ખા તત્વો બેફામ બનીને નિર્દોેષ લોકો પર ઘાતક હુમલા કરી રહ્યા છે. દાણીલીમડામાં વેપારીએ અજાણ્યા શખ્સને વાત કરવા મોબાઇલ ફોન આપવાનો ઇન્કાર કરતા વેપારીને આડેધડ છરીના ઘા ઝીક્યા હતા. ગંભીર રીતે ઘાયલ વેપારીને એલ.જી.હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં ઓપરેશન કરવું પડયું હતું. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્લાસ્ટીકનો વ્યવસાય કરતા વેપારીને નીચે પાડી હુમલો કરતા બન્ને હાથે-પગે,પડખામાં ગંભીર ઇજા થતા ઓપરેશન કરવું પડયું
આ કેસની વિગત એવી છે કે દાણીલીમડા વિસ્તારમાં બહેરામપુરામાં અલ્લાહનગર પાસે રહેમતી મહોલ્લા ખાતે રહેતા અને દાણીલીમડા ચિરાગ પાર્ક પાસે બોમ્બે હોટલ પાસે પ્લાસ્ટીકનો વેપાર કરતા મોહંમદશરીફ આલમગીર શેખ (ઉ.વ.૩૫)એ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો છે કે ગઇકાલે સાંજે સાત વાગે ફરિયાદી પોતાની દુકાન પાસે ઉભઆ હતા ત્યારે અજાણ્યા શખ્સે આવીને વાત કરવા માટે ફોનની માગ ણી કરી હતી. વેપારીએ મોબાઇલ ફોન આપવાનો ઇન્કાર કરતાં ગાળો બોલવા લાગ્યો હતો.
વેપારીએ ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઇને છરી કાઢીને વેપારીને બન્ને હાથ પગે ઘા માર્યા હતા. ઝપાઝપી થતાં વેપારીને ધક્કો મારતાં તેઓ નીચે પડી ગયા હતા આ સમયે પણ શખ્સે છરીના ઘા ડાબા પડખાના ભાગે મારી દીધો હતો. લોહી લુહાણ લહાતમાં વેપારી તરફડીયા મારી રહ્યા હતા બુમાબુમ કરતાં આરોપી નાસી ગયો હતો.કોઇક વ્યક્તિએ જાણ એમ્બ્યુલન્સમાં વેપારીને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વેેપારીને ઓપરેશન કરવું પડયું હતું, હાલમાં તેઓ સારવાર હેઠળ છે. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kGd5PG
via IFTTT
Post a Comment