અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં મોબાઈલ પર ક્રિકેટ મેચ પર સટ્ટો લેવાનું ચલણ વધ્યું છે. સોલા પોલીસે એસ.જી.હાઈવે પર કારમાં મોબાઈલ ઉપર ક્રિકેટ સટ્ટો રમાડતા બે શખ્સો તથા પાલડીમાં મોબાઈલ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સોની ધરપકડ કરી હતી.
સોલા પોલીસ ૨૬ સપ્ટેમ્બરના રોજ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને માહિતી મળી હતી કે બે શખ્સો એસ.જી.હાઈવે પર ગોતા બ્રિજના છેડે કારમાં બેસીને મોબાઈલ પર ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યા છે. જેને આધારે પોલીસે અહીં પહોંચીને ચાંદખેડામાં જગતપુરમાં રહેતા હિરેનકુમાર પી.ઠક્કર(૨૭) અને બનાસકાંઠામાં રહેતા અશ્વિન એ.રાજગોર(૨૨)ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે બે મોબાઈલ કબજે કર્યા હતા. પોલીસે પૂછપરછ કરતા તેમણે કહ્યું હતું કે ગુગલ ક્રોમમાં ફ્રન્ટ પેજ પર એક એપ્લીકેશન મારફતે હાલમાં રમાતી આઈપીએલ મેચનો હારજીતનો સટ્ટો રમાડતા હતા. તે સિવાય તેમણે એપ્લીકેશનનું આઈડી કડી ખાતે રહેતા નિશીત ભગવાનભાઈ ઠક્કર પાસેથી ખરીદ્યું હોવાનું કહ્યું હતું.આથી પોલીસે નિશીત ઠક્કરની શોધખોળ હાથ ધરી છે.
અન્ય બનાવમાં પાલડી પોલીસે માહિતીને આધારે પાલડી મોતીનગર સોસાયટી રૃતુરાજ ફ્લેટમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પ્રકાશ આર.શાહ(૫૨) તથા નારણપુરામાં રહેતા યોગેશ એમ.શાહની ધરપકડ કરી હતી. તપાસમાં આરોપીઓ અલગ અલગ દેશો વચ્ચે રમાતી પ્રિમીયર લીગ તતા ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ પર મોબાઈલમાં એપ્લીકેશન મારફતે સટ્ટો રમતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બન્ને આરોપી વિરૃધ્ધ ગુનો નોંધીને બે મોબાઈલ કબજે કર્યા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ui5uKq
via IFTTT
Post a Comment