
- અપડાઉન કરનારાઓને પડી રહેલી મુશ્કેલી દૂર કરવા રજૂઆત
વિરમગામ : વિરમગામ શહેર સૌરાષ્ટ્રનું બારૂ ગણાય છે. વિરમગામથી ૬૦ કીમી દૂર અમદાવાદ શહેર આવેલ છે. વિરમગામ શહેરમાંથી અંદાજીત ૧૦૦૦થી વધુ વ્યક્તિઓ દરરોજ નિયમિત ધંધા-રોજગાર નોકરી અર્થે અમદાવાદ ટ્રેનમાં જતા હતા.
છેલ્લા ૧૮ માસ ઉપરાંતથી લોકલ ટ્રેન વિરમગામથી વલસાડ નિયમિત ચાલુ કરવા, જામનગર-સુરત ઇન્ટરસીટી ટ્રેનમાં પાસ શરૂ કરવા બાબતે અગાઉ ત્રણ વખથ આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. પરંતુ વિરમગામ-મહેસાણા પેસેન્જર ટ્રેનને ૩ સપ્ટેમ્બરથી રેલવે તંત્ર દ્વારા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે ત્યારે જરૂરી વિરમગામ વલસાડ ટ્રેન ચાલુ ન કરતા અપડાઉન ગૃપ દ્વારા ફરથી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જો ટ્રેન શરૂ કરવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. છેલ્લા ૧૮ માસથી ટ્રેન બંધ થવાના કારણે ફરજિયાત એસટી બસમાં અપડાઉન કરવું પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં વિરમગામથી અમદાવાદ પેસેન્જર ટ્રેન ચાલુ ન થતાં વહેપારી વર્ગ, નોકરીયાત વર્ગમાં નારાજગી જોવા મળી રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t0pRuV
via IFTTT
Post a Comment