
- મેઇન્ટેનન્સના નામે અવારનવાર શહેરમાં વીજ પુરવઠો બંધ રખાતા નાગરિકો ત્રસ્ત
વિરમગામ શહેરના ગોયાફળી વિસ્તારમાં અમી છાંટણાની સાથે જ સાતમની મધ્યરાત્રીએ વીજ પુરવઠો બંધ થઇ ગયેલ ત્યારે આ વિસ્તારના રહીશો દ્વારા ફરિયાદ નંબર ઉપર ફોન કરવા કોઈ એ ફોન ઉપાડેલ નહીં. કંટાળીને આ વિસ્તારના રહીશો શહેરથી ૨ કિ.મી. દુર ઉત્તર ગુજરાત વીજ કંપનીની ઓફિસે દોડી ગયા હતા. જયાં ઓફીસે ખંભાતી તાળુ લટકતું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વીજ પુરવઠો બંધ રહે ત્યારે ગ્રાહકો દ્વારા ઉત્તર વીજ કંપનીના ફરિયાદ મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરવા પ્રયત્નો કરવા છતાં કાં તો મોબાઇલ ઉપાડે નહીં કાં તો સ્વીચ ઓફ બતાવે છે. શહેરની મધ્યમાં ગોલવાડી દરવાજા બહાર ઉત્તર વીજ કંપનીની પેટા ઓફીસ આવેલ છે. આ બિલ્ડીંગ બન્યાના ઘણા મહીના વીતી ગયા છતાં આ ઓફીસ ઉદ્ધાટનની રાહ જોઇને બેઠું છું. જો આ ફરિયાદ કેન્દ્ર ચાલુ કરવામાં આવે તો ગ્રાહકોને ૨ કિમી દુર જવું ન પડે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DJG6BA
via IFTTT
Post a Comment