સોકલી પાસે શાંતિપરાના યુવકે ટ્રેન નીચે પડતું મુક્યું


- અગમ્ય કારણોસર યુવાને આપઘાત કરતાં વિસ્તારમાં ગમગીની

વિરમગામ : વિરમગામ પંથકમાં આપઘાત કરવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વિરમગામ-અમદાવાદ રેલવે ટ્રેક ઉપર સોકલી ગામ પાસે શાંતિપરાના યુવકે કોઇ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

ઉપરોક્ત બનાવની મળતી માહિતી મુજબ વિરમગામ સમીપે સોકલી રેલવે ફાટક પાસે ગોપાલભાઈ ભરવાડ ઉ.વ. ૨૬ શાંતીપરા સર્કલ એપલવુડ ભરવાડવાસનાોે કોઇ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મુકી જીવન ટૂંકાવી મોતને વ્હાલું કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશને પીએમ અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. વધુ તપાસ વિરમગામ ગ્રામ્ય પોલીસ ચલાવી રહી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3t1381E
via IFTTT

Post a Comment

أحدث أقدم