
સુરત, નવસારી, મોરબી, વાંકાનેર, મુંબઈમાં સાગમટે તપાસ
રત્નકલા એક્સપોર્ટ પ્રાઇવેટ લિ.ના વેપારીને ત્યાંથી બે કરોડ રોકડા અને દાગીના મળ્યા : 10થી વધુ લોકરો સીલ
અમદાવાદ : ગુજરાતના સુરત સ્થિત હીરાના નિકાસકાર રત્નકલા એક્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ પર પાડવામાં આવેલા આવકવેરાના દરોડામાં રૂા. 2742 કરોડના ઘસેલા નાના હીરાના વેપારમાં મોટા પ્રમાણમાં રોકડના વહેવારો પકડાયા છે.
તેમાંથી અંદાાજે રૂા. 518 કરોડના હીરાના વેચાણની વિગતો હિસાબમાં પણ દર્શાવવામાં ન આવી હોવાનું બહાર આવ્યું છે. આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમો દ્વારા સુરત, નવસારી, મોરબી, વાંકાનેર અને મુંબઈમાં સાગમટે 22થી 23 સ્થળો પર દરોડા પાડવામાં આવતા આ વિગતો બહાર આવી છે.
પ્રાથમિક દ્રષ્ટિએ તેના પર રૂા. 200 કરોડથી વધુની ટેક્સ લાયેલબિલીટ ઊભી થવાની સંભાવના છે. તેના પર વ્યાજ અને પેનલ્ટી લાગતા આ આંકડો રૂા. 250થી 300 કરોડને આંબી જાય તેવી ગણતરી મૂકાઈ રહી છે. નિકાસકારને ત્યાંથી રૂા. 2 કરોડની રોકડ અને દાગીના પણ મળી આવ્યા છે. તેના 10થી વધુ લૉકર સીલ કરવામાં આવ્યા છે.
આવકવેરા ખાતાના દરોડા દરમિયાન હાથ લાગેલા દસ્તાવેજી પુરાવાઓમાંથી ફલિત થાય છે કે રત્નકલા એક્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડે રૂા. 95 કરોડથી વધુના મૂલ્યનો ડાયમંડના ભંગાર (સ્ક્રેપ)નો પણ વેપાર કર્યો હતો.
તેના મેન્યુફેક્ચરિંગની એટેલ કે હીરા ઘસવાની અને તેમાંથી દાગીના બનાવવાની કામગીરીને અંતે બચેના અને ઉપયોગમાં ન લઈ શકાય તેવા હીરાનું ભંગાર તરીકે વેચાણ કરવામાં આવ્યું હતું.રૂા. 95 કરોડની આ આવકને પણ હીરાના નિકાસકારે તેના હિસાબમાં દર્શાવ્યા નહોતા, એમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસનની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આવકવેરા વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે નિકાસકારે રૂા. 2743 કરોડના કરેલા વેચાણાંના સંદર્ભમાં એન્ટ્રી પ્રોવાઈડર પાસેથી એકોમોડેશન એન્ટ્રીઓ પણ ખાસ્સા પ્રમાણમાં લીધી હોવાનું બહાર આવ્યું છે. આ સાથે જ દરોડા પાડનારા અધિકારીઓને રૂા. 10.89કરોડના મૂલ્યના બિનહિસાબી હીરાનો સ્ટોક પણ મળી આવ્યો છે. આ હીરા અંદાજે 8900 કેરેટના છે. રત્નકલા એક્સપોર્ટ તેની મોટાભાગની રફ ડાયમંડની ખરીદી તેની હોન્ગકોન્ગમાં રજિસ્ટર થયેલી કંપની મારફતે કરતી હતી.
તેમાંથી દાગીના અને પૉલિશ કરેલા હીરા તૈયાર કરીને તેનું વેચાણ પણ હોન્ગકોન્ગ સ્થિત કંપની મારફતે જ કરતી હતી. આ કંપનીનો વહીવટ ભારતમાંથી જ કરવામાં આવતો હતો. આવકવેરા ખાતાના અધિકારીઓને મળેલી વિગતો પરથી સ્પષ્ટ થાય છે કે ઉપર દર્શાવેલી કંપનીઓના માધ્યમથી છેલ્લા બે વર્ષમાં જ નિકાસકાર કંપનીએ રૂા. 189ક રોડની ખરીદી કરી છે અને રૂા. 1040 કરોડની નિકાસ કરી છે.
કંપનીઓ રિયલ એસ્ટેટમાં કરેલા વહેવારો પણ પકડાયા છે. તેમાં રૂા. 80 કરોડના વહેવારો બિનહિસાબી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તદુપરાંત તપાસમાં કંપની ટાઈલ્સના વેપારમાં રૂા 81 કરોડની બિનહિસાબી આવક કરી હોવાનું પણ પકડી પાડવામાં સફળતા મેળવી છે.તદુપરાંત કંપનીમાંથી મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે. આ દસ્તાવોજો અને કોમ્પ્યુટર હાર્ડડિસ્ક સહિતના ડેટાની ચકાસણી આગામી દિવસોમાં કરવામાં આવશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kGzU5J
via IFTTT
Post a Comment