અમદાવાદ,તા.28 ઓગષ્ટ 2021, શનિવાર
રખિયાલમાં કાલિન્દરી મસ્જિદ જવાના માર્ગે રોડ પર ભૂવો પડયો હતો. આ ભૂવો મોટો થવાની શક્યતા રહેલી છે. જેના કારણે આ રૂટનો આખો ટ્રાફિકજામ થઇ જાય તેમ છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ હાલમાં મ્યુનિ.તંત્રે બેરિકેડ લગાવીને વાહનચાલકોને સચેત કર્યા છે. પરંતુ આ ભૂવાનું મરામત કામ હાથ ધરાયું નથી.
રખિયાલથી સારંગપુર જવાના મુખ્ય રોડની વચ્ચો વચ આ ભૂવો પડયો છે જે ચિંતાનો વિષય બની ગયો છે. આ રોડ પર ભૂવાઓ પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WrswlC
via IFTTT
Post a Comment