
- તહેવારો અને ઉત્સવોની મોજમાં લોકો કોવિડની ગાઈડલાઈનનો ભંગ કરશે તો પરિણામ ભોગવવું પડશે
સાદરામાં નાગપંચમીના દિવસે ગોગા મહારાજની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઢોલ-બેન્ડના નાદે ઝુમી રહ્યાં હતાં. જોકે મહત્વનું એ છે કે શોભાયાત્રા કોઈ પણ પ્રકારની પોલીસ પરમીશન વગર યોજાઈ હતી. આ શોભાયાત્રામાં કોઈના ચહેરા પર માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું નહતું. જોકે તહેવારો આવતાની સાથે જ લોકો મહામારીને ભુલી જાય છે અને બેજવાબદાર બની જાય છે. બીજી લહેરમાં જનતાએ ઓક્સિજન, એમ્બ્યુલન્સ અને હોસ્પિટલમાં બેડ જેવી સમસ્યાનો સામનો કર્યો છે. લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે આ ભીડ જોતાં તો એવું જ લાગી રહ્યું છે કે આ કોરોનાની ત્રીજી લહેરને નિમંત્રણ અપાઈ રહ્યું છે. હજુ પુર્ણ રીતે તંત્ર દ્વારા કાર્યક્રમો-મેળાઓ યોજવાની મંજુરી આપશે તો કેવી દશા થવાની છે એ વિચારવા જેવી બાબત છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gIHjyZ
via IFTTT
Post a Comment