
1થી8ના શિક્ષકો માટે સરકારે ફરજિયાત કસોટી લાગુ કરતા
ધો. 1થી 8ના શિક્ષકો,આચાર્ય,સીઆરસી-બીઆરસી માટેની 24મીએ કસોટી : પરિણામને નોકરી-લાભો સાથે નહીં જોડાય
અમદાવાદ : સરકાર દ્વારા રાજ્યની સરકારી-કોર્પોરેશન સ્કૂલોના ધો.1થી8ના શિક્ષકો,આચાર્યો અને સીઆરસી-બીઆરસી કોઓર્ડિનેટરો માટે સજ્જતા કસોટી લાગુ કરી હતી.આ ફરજીયાત કસોટી સામે પ્રાથમિક શિક્ષક સંઘે ઉગ્ર વિરોધ નોંધવાતા અંતે સરકારે નમતુ જોખવુ પડયુ છે અને કસોટીહવે મરજીયાત કરી દેવાઈ છે તેમજ સરકારે આ કસોટીના તારણોને નોકરી-લાભો સાથે ન જોડવાની પણ લેખિત ખાત્રી આપી છે.
પ્રાથમિક સ્કૂલોના શિક્ષકોની સજજતા તપાસવા માટે શિક્ષણ વિભાગે સર્વેક્ષણ શરૂ કરવા પરિપત્ર કર્યો હતો અને જે અંતર્ગત 11મી ઓગસ્ટે તમામ સ્કૂલોના ધો.1થી8ના શિક્ષકો, આચાર્યો, સીઆરસી-બીઆરસી કોઓર્ડિનેટરોએ કસોટી આપવાની હતી.જેમાં શિક્ષકોને સામાન્ય જ્ઞાાનથી માંડી વિષયલક્ષી પ્રશ્નો પુછાવાના હતા.
આકસોટી માટે પાંચ ગુ્રપ રાખવામા આવ્યા હતા અને જેમાં ધો.1થી6, 6થી 8 ભાષા-સમાજ શિક્ષકો, ગણિત-વિજ્ઞાાન શિક્ષકો,એચટાટ મુખ્ય શિક્ષક,સીઆરસી-બીઆરસી કોઓર્ડિનેટરોને જોડાવાનું ફરજીયાત કરાયુ હતું. આ સર્વે કસોટી સામે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ત્યારબાદ ગઈકાલે પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો અને સરકાર વચ્ચે બેઠક મળી હતી.જેમાં અંતે આ કસોટી મરજીયાત કરવાનો નિર્ણય લેવાયો છે.ઉપરાંત આ કસોટીના તારણો સરકાર દ્વારા જાહેર નહી કરવામા આવે અને જે પણ તારણો આવે તેનાથી શિક્ષકની નોકરી-સેવા પર કોઈ અસર નહી પડે.હવે આ કસોટી 24મી ઓગસ્ટે લેવાશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BZUMLZ
via IFTTT
إرسال تعليق