શંકર ચૌધરીએ 10 પોલીસ કર્મચારીની બદલી કરવા લખેલા પત્રથી હોબાળો


'અમૂલ' અને બનાસ ડેરીના લેટર પેડ પર

પૂર્વ મંત્રીએ ચૌધરી સમુદાયના કર્મચારીઓની બદલી માટે ગૃહમંત્રી પ્રદિપસિંહને ભલામણ કરતા ચર્ચાઓ જાગી

અમદાવાદ : પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરી ફરી વિવાદમાં સપડાયા છે . કચ્છ સહિતના વિસ્તારમાં ફરજ બજાવતાં ચૌધરી સમુદાયના 10 પોલીસ કોન્સ્ટેબલોની બનાસકાંઠા વિસ્તારમાં બદલી કરવા શંકર ચૌધરીએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ભલામણ પત્ર લખ્યો છે જે સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે.

એટલું જ નહીં, પોલીસ બેડા ઉપરાંત રાજકારણીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. નવાઇની વાત તો એછેકે, શંકર ચૌધરીએ ખુદ કયા પોલીસ ર્ક્મચારીની કયાં બદલી કરવીે તે ભલામણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

સામાન્ય રીતે ધારાસભ્યો,પૂર્વ મંત્રી,ભાજપના ધારાસભ્યો પોલીસ,પંચાયત સહિત વિવિધ વિભાગના કર્મચારીઓની બદલીઓ માટે જે તે વિભાગના મંત્રીઓને લેખિતમાં ભલામણ કરતાં હોય છે પણ પૂર્વ આરોગ્યમંત્રી શંકર ચૌધરીએ તો જાતે જ જાણે બદલી કરવાનો આદેશ કરવાનો હોય તે રીતે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ભલામણ પત્ર લખ્યો છે.

ત્રણ મહિલા કોન્સ્ટેબલ, એક હવાલદાર, ત્રણ લોકરક્ષક, એક અનાર્મ લોકરક્ષક અને અન્ય પોલીસ કોન્સ્ટેબલની બદલી કરવા શંકર ચૈાધરીએ ભલામણ કરી હતી. અમૂલ ડેરી,બનાસ ડેરીના લોગો સાથે પૂર્વ આરોગ્ય મંત્રી શંક ચૌધરીએ ગૃહમંત્રી પ્રદિપસિહ જાડેજાને કરેલા ભલામણ પત્રમાં ભરૂચ, કચ્છ, નર્મદા , વડોદરા , રાજકોટ અને છોટા ઉદેપુરમાં ફરજ બજાવતાં માત્ર ચૌધરી સમુદાયના દસ પોલીસ કર્મચારીઓને માત્ર બનાસકાંઠામાં બદલી કરવા જણાવ્યુ છે. 

ભલામણ પત્રમાં શંકર ચૌેધરીએ ખુદ જ નક્કી કરી લીધુ છે કે,કયા પોલીસ કર્મચારીની કયાં બદલી કરવી. જેમ કે,મહિલા કોન્સ્ટેબલોને બનાસકાંઠા જિલ્લામાં કોઇપણ પોલીસ સ્ટેશનમાં બદલી કરવા જણાવાયુ છે જયારે  કચ્છમાં મુંદ્દા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં લક્ષ્મીબેન ચૈાધરીને ગાંધીનગરમાં આઇબીમાં મૂકવા અને હવાલદાર રંગનાથ પટેલને બનાસકાંઠા જિલ્લા જેલમાં મૂકવા ભલામણ કરાઇ છે.

સવાલ એ સર્જાયો છેકે, શું ગૃહ વિભાગ પણ પૂર્વ મંત્રીઓની ડિમાન્ડ મુજબ બદલીઓ કરતું હશે. હાલમાં શંકર ચૌધરીનો ભલામણ પત્ર સોશિયલ મિડીયામાં ભલામણ હોય તો આવી ના સૂત્ર સાથે વાયરલ થઇ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3C21Fwg
via IFTTT

Post a Comment

أحدث أقدم