અમદાવાદ, મંગળવાર
વાસણામાં રહેતા એક શખ્સે નવરંગપુરાની ઈન્ડીયન બેન્કમાં ખાતુ ખોલાવીને પટનાની કોલેજના ખાતા ધારકનો ખોટો ચેક બનાવી અને ખોટી સહી કરીને રૃ.૬૨.૮૦ લાખ પોતાના આરૃન વેજીટેબલ ફર્મના ખાતામાં ટ્રાન્સફર કરાવીને ઠગાઈ કરી હતી. જ્યારે અન્ય બનાવમાં પાલડીના રહેવાસીએ ઈન્ડીયાન બેન્ક દિલ્હીના ખાતા ધારકનો ખોટો ચેક બનાવી બનાવટી સહી કરીને પોતાના ખાતામાં ૪૨.૮૦ લાખ રૃપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. આ બન્ને બનાવ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધ્યો છે.
આ અંગે એલિસબ્રિજમાં રહેતા અને નવરંગપુરા સી.જી.રોડ પર આવેલી ઈન્ડીયન બેન્કના બ્રાન્ચ મેનેજર કાર્તીકેય થીરૃનાના સમંથનએ વાસણામાં ભાઠા ગામ શ્રી ગરીબ આવાસ યોજનામાં રહેતા અજય છગનભાઈ ચૌહાણ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અજય ચૌહાણે ઈન્ડીયન બેન્કમાં જઈને જરૃરી દસ્તાવેજો આપીને પોતાના ગીતામંદિર સ્થિત આરૃન વેજીટેબલ ફર્મનું એકાઉન્ટ ખોલાવ્યું હતું.
ત્યારબાદ ઈન્ડીયન બેન્ક પટના યુનિવર્સિટી બ્રાંન્ચના એકાઉન્ટ ધારક પટના કોલેજના એકાઉન્ટથી ૬૨.૮૦ લાખ રૃપિયાનો ચેક આરૃન વેજીટેબલના ખાતામાં ટ્રાન્સફર થવા માટે નવરંગપુરાની ઈન્ડીન બેન્કમાં આવ્યો હતો. જેમાં ચેકની સહી ખાતા ધારકની સહી સાથે મેચ થતા ચેક આરૃન વેજીટેબલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયો હતો.
બીજીતરફ પટનાની ઈન્ડીયન બેન્કે નવરંગપુરાની બેન્કને ઈમેલ કરીને ઈન્ડીયન બેન્ક પટના યુનિવર્સિટી બ્રાંચનો જે ચેક ટ્રાન્સફર થયો છે તે ચેક ધારક પટના કોલેજ અહીં આવ્યા હોવાનું અને જે ચેક ટ્રાન્સફર થયો છે તે અસલ ચેક તેમની પાસે હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત આરૃન વેજીટેબલના નામે ચેક ઈસ્યુ કર્યો ન હોવાનું પણ જણાવ્યું હતું.
અન્ય બનાવમાંપાલડી વાસણા બ્રિજ રિવરફ્રન્ટ કટચા હાઉસ ખાતે રહેતા વિજય આર.નાયકે નવરંગપુરાની ઈન્ડીયન બેન્કમાં જઈને પોતાની નારણપુરા સ્થિત કે.ડી.એન્ટરપ્રાઈઝ ફર્મનું ખાતુ ખોલાવ્યું હતું. બાદમાં ટી.ડી.આઈ.ઈન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ નામનો ઈન્ડીયન બેન્ક ન્યુ દિલ્હી મેઈન બ્રાંચના એકાઉન્ટમાંથી રૃ.૪૨.૮૦ લાખ રૃપિયાનો ચેક કે.ડી.એન્ટરપ્રાઈઝના ખાતામાં ટ્રાન્સફર થવા માટ નવરંગપુરાની ઈન્ડીયન બેન્કમાં આવ્યો હતો.જેની વિગતો ચેક કરીને આ ખાતામાં ટ્રાન્સફર કરાયો હતો. બીજીતરફ ટી.ડી.આઈ.ઈન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડના ધારેક દિલ્હીની બેન્કમાં જઈને એસલ ચેક બતાવીને પોતે કે.ડી.એન્ટરપ્રાઈઝના નામે કોઈ ચેક ઈશ્યુ કર્યો ન હોવાનું જણાવયું હતું. આતી બેન્કના મેનેજરે વિજય નાયક સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DpuDqG
via IFTTT
إرسال تعليق