અમદાવાદ, મંગળવાર
રાણીપમાં રહેતી પરિણીતાએ દિકરીને જન્મ આપતા સાસરીયા દિકરો જોઈતો હોવાથી મ્હેણાંટોંણા ંમારીને ત્રાસ આપતા હતા. તે સિવાય પતિએ દાગીનાની દુકાન ચાલુ કરવા પરિણીતા પાસે દહેજમાં ૨૫ લાખની માંગણી કરી મારઝુડ કરી હતી. આ અંગે રાણીપ પોલીસે સાસરીયાઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શાહીબાગમાં રહેતા કેતુબહેનના લગ્ન રાણીપમાં સ્વામીનારાયણપાર્ક-૩માં રહેતા કેયુર આર.સોની સાથે થયા હતા.જેમાં તેમને અઢી વર્ષની દિકરી છે.દિકરીના જન્મ સુધી સાસરીયાઓએ તેમને સારી રીતે રાખ્યા હતા. બાદમાં દિકરી જન્મતા પતિનું વર્તન બદલાઈ ગયું હતું. કેતુબહેને તેમના સાસુ સસરાને વાત કરતા તેમને દિકરાની લાલચ હોઈ તેમના દિકરાનું ઉપરાણું લેઈ મ્હેણાંટોણાં મારતા હતા.
દરમિયાન પતિએ તારા પિતાએ દહેજમાં કંઈ આપ્યું નથી તેં દિકરીને જન્મ આપ્યો ચે તે તેનું દહેજ કરવાનું રહેશે. તારે અને તારી દિકરીને મારી સાથે રહેવું હોય તો તારા માતા પિતા પાસેથી ૨૫ લાખ રૃપિયા લઈ આવ જેથી હું અમદાવાદમાં સોના ચાંદીના દાગીનાની દુકાન ચાલુ કરી શકુંું, એમ કહીને કેતુબહેનને મારઝુડ કરી હતી. કેતુબહેને પિતાને વાત કરતા તે તેમને આવીને તેમના ઘરે લઈ ગયા હતા. બાદમાં કેતુબહેન સાસરીમાં ગયા ત્યારે ઘરના તાળા બદલી નંખાયેલા હતા અને સાસુ સસરાએ મકાનના દરવાજે કાગળની નોટીસ લગાવી દીધી હતી. જેમાં ઘર અમારી માલિકીનું છે જેમાં કોઈએ પ્રવેશ કરવો નહી. આથી કેતુબહેનને પતિ અને સાસુ સસરાને ફોન કરીને આવું કેમ કર્યું, એમ પુછતા તેમણે તારે જ્યાં રહેવું હોય ત્યાં રહે, હવે અમારા ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. તુ તારા પિયરમાંથી અમારા માંગ્યા મુજબના પૈસા લઈને આવીશ તો આગળનું વિચારીશું, એવો જવાબ આપ્યો હતો. આ અંગે કેતુબહેને પતિ કેયુર, સસરા રાજેન્દ્રકુમાર અને સાસુ હંસાબહેન સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gwTqPM
via IFTTT
إرسال تعليق