
ગુજરાતમાં 'આપકે દ્વાર આયુષ્યમાન' કાર્યક્રમ લોન્ચ કરાયો
2જી ઓગસ્ટે 250 તાલુકા, 150 નગરપાલિકા-કોર્પોમાં 450 સ્થળોએ 30 હજાર કાર્ડ કાઢી આપવા આયોજન
અમદાવાદ : ગુજરાતમાં આરોગ્યની સારી તબીબી સારવાર ઉપલબૃધ થાય તે માટે વધુને વધુ લોકોને આયુષ્યાન કાર્ડ આપવા આરોગ્ય વિભાગે તૈયારીઓ કરી છે.
રાજ્યમાં આપ કે દ્વાર આયુષ્યમાન કાર્યક્રમને રાજ્ય સરકારે લીલીઝંડી આપી છે જે અંતર્ગત 79 લાખ પરિવારોના સભ્યોને વ્યક્તિગત આયુષ્યમાન કાર્ડ આપવા આયોજન કરાયુ છે. મહત્વની વાત એછેેકે, હવે કાર્ડ મેળવવા હોસ્પિટલના ધક્કા ખાવા નહી પડે બલ્કે ઇ-સેવા સેતુના માધ્યમથી સરળતાથી આયુષ્યમાન કાર્ડ મેળવી શકાશે.
અત્યાર સુધી શહેરોમાં સરકારી હોસ્પિટલોમાં અને ગ્રામ્ય કક્ષાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર-સિવિલ હોસ્પિટલમાં માં કાર્ડ કાઢી આપવામાં આવતા હતાં. જરિયાતમંદો વિવિધ દસ્તાવેજો લઇને હોસ્પિટલો સુધી ધક્કા ખાતા હતાં પણ હવે રાજ્ય આરોગ્ય વિભાગે આયુષ્યમાન કાર્ડ માટે વધુ સરળ સુવિધા ઉપલબૃધ કરાવવા આયોજન કર્યુ છે.
આરોગ્ય વિભાગના સૂત્રોના મતે, હવે ગામડાઓમાં આરોગ્ય વિભાગની ટીમ જે તે ગામના ચોરામાં જઇને આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી મદદ કરશે. આ ઉપરાંત ગ્રામ પંચાયતમાં ઇ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી આયુષ્યમાન કાર્ડ મેળવી શકશે.
આયુષ્યમાન કાર્ડ માટે તલાટી પણ મદદરૂપ થશે. શહેરોમાં ય હવે ઇ સેવા સેતુના માધ્યમથી કાર્ડ મેળવી શકાશે. આયુષ્યમાન કાર્ડ હેઠળ વ્યક્તિને હોસ્પિટલમાં વિવિધ રોગ માટે રૂા.5 લાખ સુધીની સહાયની સારવાર મળી શકશે. અત્યાર સુધી કુટુંબ દીઠ માં કાર્ડ આપવામાં આવતુ હતુ પણ હવે નિયમો બદલાતાં વ્યક્તિદીઠ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે.
આરોગ્ય વિભાગના અિધકારિક સૂત્રોના મતે, ગુજરાતમાં 79 લાખ કુટુંબોના સભ્યોને વ્યક્તિ દીઠ કાર્ડ આપવામાં આવશે. અત્યાર સુધી બે લાખથી પણ વધુ આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા છે. રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં ઉજવણીના ભાગરૂપે તા.2જી ઓગષ્ટે રાજ્યમાં 250 તાલુકા, 150 નગરપાલિકા અને મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં 450 સૃથળોએ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા આયોજન કરાયુ છે.
આ દિવસે અંદાજે 30 હજાર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા તૈયારીઓ કરાઇ છે. આગામી તા.15મી ઓગષ્ટ બાદ રાજ્યમાં આયુષ્યમાન કાર્ડ માટે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવા પણ આરોગ્ય વિભાગે નક્કી કર્યુ છે. જીએનએફસી સંચાલિત એનકોડ સોલ્યુશન કંપનીને વિના મૂલ્યે આયુષ્ય કાર્ડ કાઢી આપવાની કામગીરી સોંપવામાં આવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ygTGcz
via IFTTT
إرسال تعليق