
મ્યુકર માઈકોસિસની સારવારમાં ઉપયોગી
રાજ્ય સરકારે જાહેર કરેલી સબ-સ્ટાન્ડર્ડ દવાઓમાં પણ આ ઈન્જેકશનનો ઉલ્લેખ છે
અમદાવાદ : કોરોના મહામારી બાદ રાજ્યમાં આવેલી મ્યુકરમાઈકોસિસની મહામારીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો મોટો ખુલાસો થયો છે. મ્યુકરમાઈકોસિસમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તેવામાં મ્યુકરમાઈકોસિસની સારવારમાં સૌથી ઉપયોગી નીવડેલા લાયકા લેબ્સ લિમિટેડ કંપનીના લાયપોઝોમલ એમ્ફોટેરેસીન બિ ઇન્જેક્શનના સેમ્પલ ફેલ થયા છે.
રાજ્ય સરકાર દ્વારા જે દવાઓનું ટેસ્ટિંગ કરવામાં આવે છે તેની યાદી રાજ્ય સરકારની જ વેબસાઈટ www.xln.gujarat.gov.in. ઉપર તેની માહિતીઓ મૂકવામાં આવતી હોય છે અને તેમાં સબ સ્ટાન્ડર્ડ દવાઓનું લીસ્ટ પણ મૂકવામાં આવતું હોય છે જેમાં મ્યુકરમાઈકોસિસની સારવારમાં મુખ્ય રહેલા લાયપોઝોમલ એમ્ફોટેરેસીન બિ ઇન્જેક્શનના સેમ્પલ ફેલ થયા હોવાની વિગત સામે આવી છે.
આ ઇન્જેક્શન લાયકા લેબ્સ લિમિટેડ કંપનીના છે. મ્યુકરમાઇકોસિસમાં એકમાત્ર સારવાર માટે ઉપયોગમાં લેવાયેલા લાયપોઝોમલ એમ્ફોટેરેસીન બિ ઇન્જેક્શનના સેમ્પલ ફેલ થતા તબીબો સહિત લોકો પણ ચિંતામાં મુકાયા છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ની લેબમાં અક્લેશ્વરની લાયકા લેબ્સ લિમિટેડ કંપનીના લાયપોઝોમલ એમ્ફોટેરેસીન બિ ઇન્જેક્શનના સેમ્પલનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જ્યાં તે ઇન્જેક્શન સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવતા રાજ્ય સરકારે વેબસાઈટ ઉપર તે જાહેર કર્યું હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ie6TwY
via IFTTT
إرسال تعليق