
- પ્રદૂષીત પાણીથી ડાંગરના પાકને નુકસાન
- ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓએ દોડી આવી સ્થળ તપાસ કરી : ખેડૂતોએ વળતરની માંગ ઉઠાવી
અમદાવાદના ધોળકાના પીસાવાડા ગામે પાણીના વોંકળામાં કોઇ અજાણ્યા ઇસમો દ્વારા કેમીકલ ઠલવી જતા ખેડૂતોએ તે પાણીનો ડાંગરના પાકમાં લેતા પચાસથી વધારે ખેડૂતોની હજારો વિઘા ડાંગરનો પાક બળીને ખાખ થઇ જતાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ને તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી વળતરની માંગણી કરી છે ને સમાચાર પત્રમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં ગુજરાત પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ દ્વારા પીસાવાડા ગામે જઇ પાણીના સેમ્પલ લઇ તપા,સ હાથ ધરી છે. ત્યારે ખેડૂતોને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, જી.પી.સી..બી.ના તપાસ કર્તા અધિકારીએ જણાવ્યું હતું કે, આ પાણી એકદમ ખરાબ થઇ ગયું છે તેમ કોઇ ખેડૂત સીંચાઈ માટે આપી લેતા નય તેવું જણાવ્યું હતું. ત્યારે કેમીકલ ઠલવી જનાર સુધી જી.પી.સી.બી.ના હાથ લાંબા થશે કે નય તે જોવું રહ્યું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BfTOtK
via IFTTT
إرسال تعليق