વિરમગામ અને મહેસાણા વચ્ચે પેસેન્જર સ્પેશિયલ ટ્રેન શરૂ થશે


- મુસાફરોની માંગને ધ્યાને લઇને લેવાયો નિર્ણય

- આગામી ત્રીજી સપ્ટેમ્બરથી નવી ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવશે : સવારે અને બપોરે દોડશે

અમદાવાદ : વિરમગામ અને મહેસાણા વચ્ચે વિરમગામ-મહેસાણા પેસેન્જર સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. આ ટ્રેન ત્રીજી સપ્ટેમ્બરથી વિરમગામ ેરેલવે સ્ટેશનથી મહેસાણા રેલવે સ્ટેશન વચ્ચે દોડશે.

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને વિરમગામ-મહેસાણા પેસેન્જર સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગત અનુસાર ટ્રેનં નં. ૦૯૪૮૮ / ૦૯૪૮૭ વિરગામ-મહેસાણા-વિરમગામ અનરીઝર્વ્ડ પેસેન્જર ટ્રેન ત્રીજી સપ્ટેમ્બર ૨૦૨૧ થી બીજી સૂચના સુધી વિરમગામથી દરરોજ સાત કલાકે ઉપડીને ૦૮.૩૦ કલાકે મહેસાણા પહોંચશે. આ જ રીતે ટ્રેન નં. ૦૯૪૮૭ મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પેશ્યલ તા. ૦૩ સપ્ટેમ્બર ૨૦૨૧ થી બીજી સૂચના સુધી મહેસાણાથી પ્રતિ દિવસ ૦૯.૨૦ કલાકે ઉપડીને ૧૦.૫૦ કલાકે વિરમગામ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન જક્શી, ભંકોડા, દેત્રોજ, કટોસણ રોડ, જોટાણા ઉપરાંત  લીંચ સ્ટેશનોએ રોકાશે. 

જ્યારે ટ્રેનં નં. ૦૯૪૯૨ / ૦૯૪૯૧ વિરમગામ-મહેસાણા-વિરમગામ અનરીઝર્વ્ડ પેસેન્જર ટ્રેન ત્રીજી સપ્ટેમ્બર ૨૦૨૧ થી બીજી સૂચના સુધી વિરમગામ થી દરરોજ ૧૭.૨૫ કલાકે ઉપડીને ૧૮.૫૦ કલાકે મહેસાણા પહોંચશે. આ જ રીતે ટ્રેન નં. ૦૯૪૯૧ મહેસાણા-વિરમગામ પેસેન્જર સ્પશ્યલ તારીખ ત્રીજી ૩ સપ્ટેમ્બર ૨૦૨૧ થી બીજી સૂચના સુધી મહેસાણાથી દરરોજ ૧૯.૩૦ કલાકે ઉપડીને  ૨૧.૦૦ કલાકે વિરમગામ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ભંકોડા, દેત્રોજ અને કટોસણ રોડ સ્ટેશનોએ રોકાશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gHdcrJ
via IFTTT

Post a Comment

أحدث أقدم