વેદાન્તા કંપનીને જંબુસરના બ્લોકમાંથી ગેસનો જથ્થો મળ્યો


મુંબઈ સ્ટોક એક્સચેન્જને પત્ર લખીને કંપનીના મૅનેજિંગ ડિરેક્ટરે જાણકારી આપી

અમદાવાદ : ગુજરાતના ભરૂચ જિલ્લાના જમ્બુસર બ્લોકમાંથી વેદાન્તા કંપનીને કુદરતી ગેસનો મોટો ભંડાર મળી આવ્યો હોવાની મુંબઈ સ્ટોક એક્સચેન્જને સત્તાવાળાઓને આજે જાણ કરી છે. આ બ્લોક કંપનીએ ઓપન એરિયા લાઈસન્સ પોલીસી હેઠળ મેળવ્યો હતો.

કંપનીના પ્રમોટર અનિલ સંઘવીએ સ્ટોક એક્સચેન્જને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે 23  ઓગસ્ટ 2021ના દિવસે ડીજીએસ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયને જાણ કરી હતી કે તેને ફાળવવામાં આવેલા જયા-1ના નામથી ઓળખાતા બ્લોકમાંથી ગેસ મળી આવ્યો હોવાની જાણકારી આપી હતી. ગુજરાતના ભરૂચ જિલ્લામાં ઓપન એરિયા લાઈસન્સ પોલીસી હેઠળ તેને બ્લોકમાં શારકામ કરવામાં આવ્યું હતું. 

આ બ્લોકમાં ઉત્ખનન માટેની મંજૂરી માગવામાં આવી છે. કંપનીને ઓક્ટોબર 2018માં આ બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી. ઓપન એરિયા લાઈસન્સ પોલીસી - 1 દરમિયાન કરવામાં આવેલા બિડિંગને અંતે આ બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી.

આ બ્લોક અને તેની પરિસરમાં અન્ય 40 મલીને કુલ 41 બ્લોકની ફાળવણી કરવામાં આવી હતી. આ બ્લોકમાં વેદાન્તા કંપની સો ટકા ભાગીદારી ધરાવે છે. આ કંપનીને ઓપન એરિયા લાઈસન્સ પોલીસી હેઠળ ફાળવવામાં આવેલા બ્લોકમાં હાઈટ્રો કાર્બનનો આ બીજો જથ્થો મળી આવ્યો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jdODnQ
via IFTTT

Post a Comment

Previous Post Next Post