મેનકા ગાંધી માટે અભદ્ર ભાષાનો વિડિયો FB પર મૂકતાં FIR


અમરાઈવાડીના પલાસ પટેલ સામે કાર્યવાહી

સોસાયટીમાં કૂતરાના મૃત્યુ પછી હેલ્પલાઈનને ફોન કરી મદદ માગ્યા પછી ટાર્ગેટ કર્યા

અમદાવાદ : સોસાયટીમાં કૂતરાનું મૃત્યુ થયા પછી એનિમલ હેલ્પલાઈનની મદદ માગી હતી. સંતોષકારક કામગીરી ન જણાતાં પૂર્વ કેન્દ્રિય મંત્રી અને એનિમલ વેલફેર ચેરમેન મેનકા ગાંધી માટે અતિ અભદ્ર ભાષામાં સંબોધન કરતો 6.46 સેકન્ડસનો વિડિયો ફેસબૂક પર અપલોડ કરાયો હતો. સાયબર ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડીના પલાસ પટેલ નામના યુવક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના વાયરલેસ પી.આઈ. કે.કે. મોદીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ, અમદાવાદના પલાસ પટેલ નામના યુવકે એનિમલ વેલફેર ટ્રસ્ટના ચેરમેનની રાજકીય પ્રતિષ્ઠાને હાની પહોંચે તે રીતની ટીકા-ટિપ્પણી કરતો વિડિયો ફેસબૂકમાં વાયરલ કર્યો હતો.

સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ વિડિયો બ્લોક કરાવવા સાથે જ અતિ હીન કક્ષાની ટિપ્પણી કરનાર યુવક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પલાશની સોસાયટીમાં એક કૂતરૂ મૃત્યુ પામ્યું હતું. આ માટે એનિમલ હેલ્પલાઈનની મદદ માગવામાં આવી હતી.

ઈચ્છાનુસાર મદદ નહીં મળવાથી એનિમલ વેલફેર ટ્રસ્ટના ચેરમેન મેનકા ગાંધીને સંબોધતો 6.46 મિનિટનો વિડિયો ફેસબૂક પર અપલોડ કરાયો હતો. આ વિડિયોમાં અતિ હિન કક્ષાની ટિપ્પણી કરવામાં આવી હતી જે રાજકીય અને મહિલાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવી  હતી. સોશિયલ મિડિયાના દુરૂપયોગ કરનારાંઓ કાયદાના અંકુશમાં રહે તે માટે સાયબર ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના યુવક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jf1dDv
via IFTTT

Post a Comment

Previous Post Next Post