વિરમગામ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરાય તો આંદોલન કરવાની ચિમકી


- કેનાલમાં પાણી છોડવા મામલતદારને આવેદન

- સાત દિવસમાં ઉકેલ નહીં આવે તો આપ દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરાશે

વિરમગામ : અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન વરસાદ નહીંવત પડતા ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે. વિરમગામ શહેર અને તાલુકામાં ચાલુ વર્ષે જોઈએ તેટલો વરસાદ પડેલ નથી. 

શ્રાવણ માસ પૂર્ણ થવાને આરે ગણતરીના દિવસો બાકી છે છતાં વરસાદ પડેલ નથી. દરરોજ વાદળો ઘેરાય છે પરંતુ વરસાદ સંતાકુકડી રમતો હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતો દ્વારા મોંઘા ભાવે બીયારણ ખરીદી જમીનમાં જુદા જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવેલ નથી. ત્યારે આમ આમ આદમી પાર્ટી વિરમગામ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું છે કે વિરમગામ તાલુકાના દરેક ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને નર્મદાની યંત્ર કેનાલમાં પાણી છોડવામાં આવે. જો ૭ દિવસમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં અને તેની રકમ મુકવામાં નહી આવે તો સરકાર વિરૂધ્ધ કાર્યક્રમ અને આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવામાં આવશે તેવું જણાવ્યું હતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mG9z99
via IFTTT

Post a Comment

Previous Post Next Post