
- જન્માષ્ટમી સહિતના આનંદમેળા પર રોક
- કોરોના સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા લેવામાં આવેલો નિર્ણય
પરંતુ ગઈસાલ કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઈ વિરમગામ શહેરમાં જન્માષ્ટમીનો લોકમેળો બંધ રાખવામાં આવેલ હતો ત્યારે ચાલુ વર્ષે પણ કોરોના સંક્રમણ ધ્યાને લઈને મેળા માટે મંજૂરી આપવામાં આવી નથી ત્યારે મેળા રસિકોમાં નિરાશા જોવા મળી રહી છે. છેલ્લા બે વર્ષથી લોકમેળો બંધ રહેતા મેળામાં નાના ચકડોળોવાળા, રમકડા, કટલરી, ખાણીપીણી નાસ્તા સહિતના અલગ અલગ સ્ટોલ નાખી અનેક પરિવારો બાર મહિનાનું અને રોજી રોટી મેળવતા હોય છે. ચાલુ વર્ષે પણ લોકમેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ચાલુ વર્ષે જન્માષ્ટમીના તહેવાર ઉપર ભરાતા લોકમેળાઓ ચાલુ વર્ષે સરકારના આદેશ મુજબ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બે વર્ષથી નહિ યોજાતા લોકમેળાના કારણે નગરજનો, યુવાનો, મેળા રસિકોમાં નિરાશા જોવા મળી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WoMoVX
via IFTTT
Post a Comment