
- નિધરાડના શખ્સ સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવાઇ
સાણંદ બસ સ્ટેન્ડ પાસે આવેલા જાદવવાસમાં રહેતો ૨૫ વષય વિશાલ ભરતભાઇ જાદવ તેના મિત્ર ટિન્કુ સોલંકીના ઘર આગળ મિત્રો સાથે ઉભો હતો. ત્યારે નિધરાડ ખાતે વણકરવાસમાં રહેતો ધનજી રામાભાઇ સોલંકી રિક્ષા લઇને આવ્યો હતો અને રિક્ષા રસ્તા વચ્ચે ઉભી રાખતા વિશાલે ધનજીને રિક્ષા બાજુમાં મુકવા કહેતો ધનજી એકાએક ઉશ્કેરાઇ ગયો હતો. વિશાલ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. જેથી વિશાલ અને ટિન્કુ ત્યાંથી સ્કુટર પર નિકળી ગયા હતા. અને બસ સ્ટેન્ડ તરફ ગયા હતા.જેમની પાછળ પીછો કરી ધનજી પણ રિક્ષા લઇને બસ સ્ટેન્ડ બાજુ ગયો હતો.
રાત્રે નવેક વાગ્યાના અરસામાં બસ સ્ટેન્ડ જવાના માર્ગ પર ધનજી ફરીથી આવેશમાં આવી જઇ વિશાલ સાથે ઝઘડો કરી ગડદાપાટુનો માર મારી છરી લઇ વિશાલ પર તૂટી પડયો હતો. વિશાલના પેટમાં બે ઘા અને જમણા ખભાની પાછળના ભાગે છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. વિશાલને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિશાલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જયારે વિશાલની માતા શારદાબેને ધનજી વિરૂધ્ધ સાણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38kPAEM
via IFTTT
إرسال تعليق