માંડલ તાલુકામાં સિંચાઈ માટેનું પાણી છોડાયું : ખેડૂતોમાં આનંદ


- સાણંદ, દસ્ક્રોઈ, બાવળા સહિતની તાલુકાની કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું

માંડલ : વરસાદ ખેંચાતા પંથકમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે ત્યારે માંડલ તાલુકામાં કેનાલોમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. સાણંદ, દસ્ક્રોઇ અને બાવળા સહિત તાલુકાની કેનાલોમાં સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યું છે.

આ વર્ષે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ખુબજ ઓછું છે હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે પરંતુ વરસાદનું ક્યાંય નામોનિશાન નથી જુન મહિનાના પહેલા બે સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં સાવત્રક મેઘમહેર થતાં ખેડુતોએ વાવણી કરી દીધી હતી પરંતુ વાવણી બાદ વરસાદ થયો નથી લગભગ ગુજરાતમાં છેલ્લાં દોઢ બે માસથી વરસાદ થયો નથી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ જિલ્લાના સાણંદ,દસ્ક્રોઈ,બાવળા સહિતના તાલુકાની કેનાલોમાં સિંચાઈ માટેનું પાણી છોડાયું હતું. માંડલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેશભાઈ પટેલ દ્વારા પણ વિસ્તારના ખેડૂતો માટે પાણી પુરૂ પાડવા માટે રજુઆત કરવામાં આવી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jsr2Qy
via IFTTT

Post a Comment

أحدث أقدم