ગોતામાં વાહને અડફેટે લેતા બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત


અમદાવાદ, રવિવાર

ચાંડખેડામાં રહેતો અને પાર્મસી કંપનીમાં નોકરી કરતો યુવક બાઈક પર ગોતા પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન અશોક લેલન મિક્ષ્ચરે તેમને ટક્કર મારતા માથા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા થતા તેમનું મોત નીપજ્યુ હતું.     

ચાંદખેડામાં આશુતોષ એપાર્ટમેન્ટમાંરહેતા જીગ્નેશભાઈ એ.પરમાર(૨૨) જગતપુર રોડ પર આવેલી એક ફાર્મસી કંપનીમાં નોકરી કરે છે.જીગ્નેશભાઈ પોતાનું બાઈક લઈને ગોતા વસંતનગર ટાઉનશીપ પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પુરઝડપે જઈ રહેલા અશોક લેલન મિક્ષ્ચરે તેમને ટક્કર મારતા તે બાઈક પરથી નીચે પટકાયા હતા. જેમાં તેમના માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું.

અકસ્માત બાદ ડ્રાઈવર વાહન મુકીને ભાગી ગયો હતો. આ અંગે એ ટ્રાફિક પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Bq2EW6
via IFTTT

Post a Comment

Previous Post Next Post