કાળિયા ઠાકોરની કર્મભૂમિ દ્વારકામાં આજે 5248મો શ્રીકૃષ્ણ જન્મોત્સવ


સૌરાષ્ટ્રમાં આજે 'નંદ ઘેર આનંદ ભયો..'નો નાદ ગુંજશે 

દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે રાત્રે 12 વાગ્યે ઉમળકાભેર શ્રીકૃષ્ણ જન્મની વધામણી થશે, ઠેર-ઠેર સુશોભિત ફ્લોટ્સનું આકર્ષણ

રાજકોટ : કપરો કોરોનાકાળ હળવો થતાં ભગવાન કાળિયા ઠાકોર શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં જન્માષ્ટમીનો ઉલ્લાશ આજે ચરમસીમાએ પહોંચી ગયો હતો. આવતીકાલે સોમવારે દ્વારકાનાં જગતમંદિરે 5248માં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસભેર પરંપરાગત ઉજવણી થશે. જેમાં રાત્રે 12 વાગ્યે પરંપરાગત જન્મ ઉત્સવ ઉજવાશે. જયારે તા.31મીએ પારણા નોમ ઉત્સવ ઉજવાશે.

આ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત વર્ષે કોરોનાનાં વિઘ્ન બાદ ચાલુ વર્ષે જન્માષ્ટમીની ઉજવણીની છૂટ મળતા શહેરો-ગામોમાં રોશની અને ભગવાન શ્રીકૃષ્ણના જીવન-કવન આધારિત પ્રતિકૃતિઓ સાથે સુશોભન નિહાળવા સેંકડો ભાવિકો આજથી જ ઉમટવા લાગ્યા હતા. હવે આવતીકાલે સર્વત્ર 'નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયા લાલ કી..'નો નાદ ગુંજી ઉઠશે. 

યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનાં જગતમંદિરે આવતીકાલની જન્માષ્ટમીની ઉજવણી પહેલા આજે જ 20 હજારથી વધુ ભાવિકો ઉમટી પડયા હતા. જગતમંદિર રોશનીના અનેરા શણગારથી ઝળહળતું કરવામાં આવ્યું છે.

આવતીકાલે સોમવારે જન્માષ્ટમીનાં દિવસે સવારે 6 વાગ્યે શ્રીજીની મંગલા આરતી સાથે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ચાલુ થશે અને રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ આરતી દર્શન બાદ 2.30 વાગ્યે મંદિરનાં દ્વાર બંધ થશે. કાળિયા ઠાકોરને સોના-ચાંદીનાં તારથી ભરતકામ કરેલા હીરાજડિત વાઘા પહેરાવવામાં આવશે. બાદમાં તા. 31મીએ પારણા નોમ ઉજવાશે.

બન્ને દિવસો દરમિયાન સેંકડો ભાવિકો ગોમતીઘાટે પાવન સ્નાન કરીને જગતમંદિરે દર્શનનો ધર્મલાભ લેશે. એ જ રીતે બેટ દ્વારકામાં પણ જન્માષ્ટમી અને પારણા નોમ ઉજવાશે. રાજકોટમાં સાડા ત્રણ દાયકાથી ખૂબ ધામધૂમથી નીકળતી જન્માષ્ટમી શોભાયાત્રાનો 25 કિ.મી.નો રૂટ કોરોના ગાઈડલાઈન પ્રમાણે ટૂંકાવીને 10 કિ.મી.નો કરવામાં આવ્યો છે.

સવારે 8 વાગ્યે રેસકોર્સ પાસે કિસાનપરા ચોકથી સંતો-મહંતોની હાજરીમાં રથયાત્રાનું પ્રસૃથાન થશે. આ જ સૃથળે ધર્મસભાનું પણ આયોજન કરાયું છે. જિ.પં.ચોક, સદર, લીમડા ચોક, લોધાવાડ ચોક, કેનાલ રોડ થઈને ચંપકનગર, સંતકબીર રોડ થઈને બપોરે 11-50 વાગ્યે તેનું બાલક હનુમાન ચોક ખાતે સમાપન થશે.

આ સાથે સોમવારે રાજકોટ ઉપરાંત મોરબી, ખંભાળિયા, જામનગર, ધોરાજી, ટંકારા વગેરે સૃથળોએ શોભાયાત્રા નીકળશે. જો કે કોરોનાને ધ્યાને લઈને વાંકાનેર અને ગોંડલમાં આ વર્ષે શોભાયાત્રા યોજાશે નહીં. જૂનાગઢ જિલ્લાભરમાં  આવતીકાલે જન્માષ્ટમી પર્વની ભાવભેર ઉજવણી થશે. જેમાં સવારથી મંદિરોમાં સત્સંગ કીર્તન યોજાશે.

જયારે રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીનો નાદ ગુંજી ઉઠશે. જૂનાગઢમાં કોરોના મહામારીના કારણે શોભાયાત્રા નહીં યોજાય, પરંતુ વિશ્વ હીન્દુ પરિષદ, બજરંગદળ, દુર્ગાવાહીની દ્વારા બાઈક રેલી યોજાશે. જ્યારે મંદિરોમાં હવેલીઓમાં સવારથી સત્સંગ,  કીર્તન, વિશેષ પૂજા, અર્ચના યોજાશે

તેમજ રાત્રે શ્રીકૃષ્ણ જન્મોત્સવ યોજાશે અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીનો નાદ ગુંજી ઉઠશે. જસદણની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની શ્રી ગોવર્ધનનાથજી તથા શ્રી બાલકૃષ્ણ લાલજીની હવેલીમાં તા. 30 ને સોમવારે જન્માષ્ટમીના ખાસ દર્શન યોજાશે. હિંડોળાનો આકર્ષક ફ્લોટ સહિતની સજાવટ કરવામાં આવશે. તા. 31 ને નવમીના દિવસે નંદ મહોત્સવ ઉજવાશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Bk51JV
via IFTTT

Post a Comment

Previous Post Next Post