
મેજર ધ્યાનચંદની જયંતી નિમિત્તે આજે 'નેશનલ સ્પોર્ટ્સ ડે'
બનાસકાંઠામાંથી સૌથી વધુ 542, તાપીમાંથી 321 સ્કૂલ પાસે રમતના મેદાનની પ્રાથમિક સુવિધાનો જ અભાવ
અમદાવાદ : ટોક્યો ઓલિમ્પિક્સ-પેરાલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિિધત્વ કરવા માટે ગુજરાતની 6 ખેલાડીઓની પસંદગી થતાં પ્રત્યેક ગુજરાતમાં હરખની હેલી છવાઇ ગઇ હતી. જોકે, સ્પોર્ટ્સમાં અન્ય કેટલાક રાજ્યોની સરખામણીએ ગુજરાતની સિૃથતિ અત્યંત સાધારણ છે. ગુજરાતમાં 5300થી વધુ સ્કૂલમાં રમતનું મેદાન જ નથી.
29 ઓગસ્ટના સમગ્ર દેશમાં 'નેશનલ સ્પોર્ટ્સ ડે' ની ઉજવણી કરાશે ત્યારે રમતનું મેદાન પણ નહીં હોવું તે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. હોકીના મહાન પ્લેયર મેજર ધ્યાનચંદની જયંતિ નિમિત્તે દર વર્ષે 29 ઓગસ્ટની ઉજવણી 'નેશનલ સ્પોર્ટ્સ ડે' તરીકે કરવામાં આવે છે.
સ્પોર્ટ્સમાં ખેલાડીની પ્રતિભા ત્યારે જ નીરખતી હોય છે જ્યારે તેને શ્રેષ્ઠ માળખાગત સુવિધા આપવામાં આવે. ગુજરાતમાં માળખાગત સુવિધાને નામે જ મીંડું છે તેમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. કેમકે, રાજ્યની 5300થી વધારે સ્કૂલમાં રમત માટેનું મેદાન જ નથી.
આ પૈકી 4177 સરકારી પ્રાથમિક સ્કૂલ જ્યારે 430 ખાનગી પ્રાથમિક સ્કૂલ છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી સૌથી વધુ 542, તાપીમાંથી 321, ભાવનગરમાંથી 262 સ્કૂલ એવી છે જ્યાં સ્કૂલોમાં બાળક માટે રમતનું મેદાન જ નથી. જોકે, રાહતની વાત એ છે કે છેલ્લા બે વર્ષમાં 242 સ્કૂલમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની સુવિધા સામેલ કરાઇ છે.
જોકે, તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 3 વર્ષથી રમતનું મેદાન ન હોય તેવી સ્કૂલને પરવાનગી જ ઈઆપવામાં આવી નથી. છેલ્લા ત્રણ વર્ષની આંકડાકિય માહિતી પર નજર કરીએ તો 29 જિલ્લાની 43,392 શાળાઓ છે જે પૈકી 33,926 શાળાઓ પાસે જ વિદ્યાર્થીઓ માટે રમત-ગમતના પોતાના મેદાન છે.
બાકી રહેલી 9,466 શાળાઓના લાખો વિદ્યાર્થીઓ પાસે શાળાના સમય દરમ્યાન કે વ્યાયામના પિરિયડ દરમ્યાન રમત-ગમત ક્યાં રમવી તે એક પ્રશ્ન બની ગયો છે.ઉલ્લેખનીય છે કે, કરોડો રૂપિયાના ખર્ચ કરીને છેલ્લા ંકેટલાક વર્ષથી રાજ્ય સરકાર ખેલ મહાકુંભનું આયોજન કરી રહી છે.
જોકે સરકાર દાવા પણ કરે છે કે ગુજરાતના રમતવીરોને ખેલ મહાકુંભથી આગવી ઓળખ મળતી થઈ છે. પરંતુ સીક્કાની બીજી બાજુનું ચિત્ર કાંઈક અલગ જ છે. જાણકારોના મતે, ગુજરાતમાં પ્રતિભાશાળી ખેલાડીઓની કોઇ જ ઉણપ નથી. ગુજરાતના ખેલાડીઓને પ્રાથમિક સુવિધા આપવામાં આવે તો તેઓ પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશને વધુને વધુ મેડલ અપાવી શકે એમ છે.
પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાને નજીક છે એવા ભાવિના પટેલ પણ આ મુદ્દે બે વર્ષ અગાઉ નારાજગી દર્શાવી ચૂક્યા છે. તેમણે 31 જાન્યુઆરી 2018ના એવી ટ્વીટ કરી હતી કે,'એક તરફ દિવ્યાંગ વ્યક્તિને પ્રત્યેક ક્ષેત્રમાં આગળ વધવા માટે તક અપાય છે તો બીજી તરફ અમારા જેવા પેરા ટેબલ ટેનિસ પ્લેયર્સ માટે પાંચ વર્ષથી નેશનલ ચેમ્પિયનશિપ પણ યોજાતી નથી. '
CSR ફંડમાં સ્પોર્ટ્સ પાછળ 1%થી પણ ઓછા ફાળવાય છે
અમદાવાદ : કોર્પોરેટ કંપનીઓ દ્વારા કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટીના ફંડમાં દર વર્ષે યોગદાન આપવામાં આવે છે. જોકે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડનો ઉપયોગ સ્પોર્ટ્સ પાછળ કરવામાં આવે તેનું પ્રમાણ 1%થી ઓછું છે. 2019-20માં વિવિધ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોજેક્ટ માટે રૂપિયા 910 કરોડ ખર્ચવામાં આવ્યા હતા,જેમાંથી સ્પોર્ટ્સ માટેનો ઉપયોગ માત્ર 1.86 કરોડ હતો. માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં આ સ્થિતિ છે. સમગ્ર દેશમાં કુલ સીએસઆર ફંડના 1.2% જ સ્પોર્ટ્સ પાછળ ફાળવવામાં આવે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BqmPTL
via IFTTT
إرسال تعليق