ગુજરાતમાં 513 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા 10 કેસ


છેલ્લા સતત 10 દિવસમાં 20થી ઓછા કેસ

19 જિલ્લા હવે કોરોના મુક્ત : 151 એક્ટિવ કેસ : રિક્વરી રેટ 98.76% 

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ નોંધાયા છે જ્યારે એકપણ વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ નોંધાયું નથી. 2 એપ્રિલ 2020 એટલે કે 513 દિવસ બાદ ગુજરાતમાં કોરોનાના આ સૌથી ઓછા કેસ છે. 

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 4, વડોદરામાંથી 3, જામનગર-સુરત-મહીસાગરમાંથી 1-1 નવા કેસ નોંધાયા હતા. રાજ્યના 28 જિલ્લામાં એકપણ નવો કેસ સામે આવ્યો નથી. કોરોનાના કુલ કેસ હવે 8,25,386 જ્યારે કુલ મરણાંક 10,081 છે. છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,15,154 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.76% છે. 

રાજ્યમાં હાલ 151 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. એકપણ એક્ટિવ કેસ ન હોય તેવા જિલ્લામાં અમરેલીનો પણ સમાવેશ થઇ ગયો છે. રાજ્યમાં કુલ 19 જિલ્લા એવા છે જ્યાં એકપણ એક્ટિવ કેસ નથી. વડોદરામાં સૌથી વધુ 48, અમદાવાદમાં 37 એક્ટિવ કેસ છે. વધુ 67209 ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક હવે 2.72 કરોડ છે.

અમદાવાદમાં કોરોનાના નવા ચાર કેસ નોંધાયા

અમદાવાદ : અમદાવાદમાં શનિવારે કોરોનાના નવા ચાર કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ મોત થવા પામ્યુ નથી.વધુ ચાર દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.શુક્રવારે પણ શહેરમાં કોરોનાના ચાર કેસ નોંધાયા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ztoCXk
via IFTTT

Post a Comment

أحدث أقدم