
- સાણંદમાં ફ્રેન્ડશીપના સપના દેખાડનાર ટોળકી સક્રિય
- મહિલા સાથે મિટિંગ કરવાની લાલચમાં જુદા-જુદા સમયે ઓનલાઇન ચુકવણું કર્યું છતાં ગેંગે ધુંબો માર્યો
સાણંદ : લોકોના વોટસઅપ કે ફેસબુકમાં મહિલા કે યુવતી સાથે ફ્રેન્ડશીપ કરી આપવાની લાલચો આપી લોકો સાથે છેતરપિંડી આચરી ઠગ ટોળકી રૂપિયા ખંખેરી લેતી હોવાના કેટલાય કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.તેમાંના એક કિસ્સો સાણંદ તાલુકાના તેલાવમાં રહેતા આધેડને મહિલા કે યુવતી સાથે ફ્રેન્ડશીપ કરાવી આપવાના સપના દેખાડી રૂપિયા ૧૦,૪૫,૧૯૯ ખંખેરી લઇ ઠગ ટોળકી છૂમંતર થઇ જતાં આધેડે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ઠગટોળકીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
હાલ સોશિયલ મીડિયાનો જેટલો સદઉપયોગ થઇ રહ્યો છે તેના કરતાં દુરપયોગ વધારે થઇ રહ્યો છે. કેટલાક લેભાગુ તત્વો ફેસબુક પર યુવતીના નામનું ફેસબુક એકાઉન્ટ બનાવી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી યુવતી કે મહિલા સાથે મિત્રતા કરી આપવાના સપના દેખાડી લાખો રૂપિયા ખંખેરતા હોવાના કેટલાય નિત નવા બનાવો બહાર આવી રહ્યા છે.
જેમાં સાણંદ તાલુકાના તેલાવ ગામે બાબુભાઇ પીરભાઇ મોમીન ખેતી કરે છે. ૧૦મી ઓગસ્ટના રોજ સાયબર ક્રાઇમમાં પોતાની સાથે થયેલી છેતરપિંડીની અરજી આપી હતી. તેના પગલે સાયબર ક્રાઇમે તપાસ કરતાં અજાણી ઠગ ટોળકીએ ખોટા નામ ધારણ કરી બાબુભાઇને રૂપિયા ૧૦,૪૫,૧૯૯નો ચૂનો ચોપડી ગઇ હોવાનું ખુલવા પામ્યું હતું.
બાબુભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે દોઢેક મહિના અગાઉ બાબુભાઇના વોટસઅપ પર ફ્રેન્ડશીપ કલબમાં જોડાવા માટે એક મેસેજ આવ્યો હતો. જેના પગલે બાબુભાઇએ તેને કોલ કરી ફ્રેન્ડશીપમાં જોડાવા ઇચ્છા દર્શાવી હતી. જેથી ફેન્ડશીપમાં જોડાવા માટે સૌપ્રથમ રૂપિયા ૨૪૦૦ ભરી રજીસ્ટ્રેશન કરાવવાનું કહેતાં બાબુભાઇ રૂપિયા ભરી દીધા હતા. બાદમાં સમયાંતરે અલગ અલગ બહાના બતાવી બાબુભાઇ પાસેથી રૂપિયા ૧૦,૪૫,૧૯૯ ઓનલાઇન ભરાવી દઇ મહિલા સાથે મિંટિગ નહીં ગોઠવી આપી છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ બાબુભાઇએ ચાંગોદર પોલીસ મતકમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gAxzab
via IFTTT
Post a Comment