ધો.10ના 3.5 લાખ રિપીટર, ખાનગી વિદ્યાર્થીનું આજે પરિણામ


આ પરીક્ષાના પરિણામ સાથે ડિપ્લોમા ઈજનેરી, આઈટીઆઈના અને ધો.11ના પ્રવેશ વધશે 

અમદાવાદ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા  આવતીકાલે ધો.10ના 3.5 લાખથી વધુ  રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થનાર છે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગે ઓનલાઈન જાહેર થશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત 15 જુલાથી 28 જુલાઈ દરમિયાન લેવાયેલી ધો.10-12ની રીપિટર-ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાઓમાં 12 સાયન્સ અને 12 સા.પ્ર.ના પરિણામ બાદ હવે આવતીકાલે 25મીએ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ જાહેર થનાર છે. કોરોનાને પગલે આ વર્ષે ધો.10માં અત્યાર સુધીના હાઈએસ્ટ રીપિટર-ખાનગી વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા  હતા. 

ખાનગી રીપિટર તરીકે 15090 વિદ્યાર્થીઓ છે, આઈસોલેટેડ  કેટેગરીમાં 52090 અને બાકીના 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ રીપિટર છે.કુલ 3,78,431 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા.આ પરીક્ષાનું પરિણામ ખૂબ જ મહત્વનું છે કારણકે ધો.10 પછીના ડિપ્લોમા,આઈટીઆઈ અને ધો.11માં આ પરિણામ બાદ ઘણા પ્રવેશ વધશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38d2y7E
via IFTTT

Post a Comment

أحدث أقدم