
વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકી જવાની શક્યતા
બોગસ બિલિંગ કરનારાઓ પર લગામ તાણવા, વેપારીઓને સમયસર રિટર્ન ફાઈલ કરવાની ફરજ પડશે
અમદાવાદ : જે વેપારીઓએ તેમના માસિક રિટર્ન બે મહિના સુધી નહિ ફાઈલ કર્યા હોય તેમને પહેલી સપ્ટેમ્બરથી જીએસટીઆર-1 ફોર્મ ભરવા દેવામાં આવશે જ નહિ. જીએસટીઆર-1 ફોર્મમાં બિઝનેસ ટુ બિઝનેસ અને બિઝનેસ ટુ કન્ઝ્યુમરના વેચાણની તથા એક્સપોર્ટની સ્ટોક સમરી અને ઇન્વોઈસ સહિતની વિગતો એચએસએન કોડ સાથે આપવામાં આવે છે.
પરિણામે ખરીદી કનારા વેપારીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળી શકશે નહિ. તેને પરિણામ ેરિટર્ન ફાઈલ ન કરનારા વેપારી સાથે ધંધો કરવાનું જ મોટાભાગના વેપારીઓ બંધ કરી દેશે. તેમ જ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી પણ અટકી જશે.
વેપારી દ્વારા જીએસટીઆર-3બી ફાઈલ ન કરવામાં આવ્યું હોય તો તેવા સંજોગોમાં તેમને જીએસટીઆર-1 ફાઈલ કરવા દેવું જોઈન નહિ. જીએસટીઆર-1માં વેપારી દ્વારા કરવામાં આવેલા આઉટવર્ડ સપ્લાયની વિગતો આપવાની હોય છે. તેની સામે જીએસટીઆર 3-બીમાં ખરીદી અને વેચાણના ફિગર આપવાના હોય છે.
જીએસટીઆર-3બીમાં ખરીદી અને વેચાણની વિગતો આપવામાં આવે છે. તેમાં ટેક્સ લેવા અને ભરવા વચ્ચેનો ગાળો પણ દર્શાવવાનો હોય છે. ખરીદી વખતે જમા કરાવેલા જીએસટી અને વેચાણ કરતી વખતે વસૂલેલા જીએસટી વચ્ચેનો ગાળો દર્શાવીને તે ભરી દેવાનો હોય છે.
આ વિગતો સાથેનું જીેસટીઆર-3બી ફાઈલ ન કરે તો તેની પાસેથી માલ લેનારને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી. પરિણામે ખરીદી કરનાર વેપારીની વર્કિંગ કેપિટલ બ્લોક થઈ જાય છે. બીજા મહિનાની 11મી તારીખ સુધીમાં અગાઉના બે માસના જીએસટીઆર-3બી જમા ન કરાવે તો તેમને જીએસટીઆર-1માં આઉટવર્ડ સપ્લાયની વિગતો અપલોડ કરવાની છૂટ મળશે જ નહિ.
આ ફોર્મ ભરીને વેપારી તેણે ભરવાનો થતો બાકી વેરો જમા કરાવે છે. જે મહિનાનું રિટર્ન હોય તેની પછીના મહિનાની 20થી 24મી તારીખના ગાળા સુધીમાં આ રકમ તેમણે જમા કરાવી દેવાની હોય છે. સીજીએસટીના નિયમ નંબર 59 (6) હેઠળ જ ચોક્કસ કિસ્આઓમાં રિટ્ન ફાઈલ કરવા પર અંકુશ આવી જાય છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y5I1jw
via IFTTT
Post a Comment