
સાણંદ : સાણંદ તાલુકાના અણીયારી ગામમાં નકલી તબીબ ક્લિનિક ચલાવી રહ્યો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો હતો જેના પગલે ્ર પંથકમાં નકલી તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સાણંદ તાલુકાના અણીયારી ગામે શુભમ નામનું ક્લિનિક ખોલી બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો છે તેવી પોલીસને મળેલી બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય એસઓજી અને સાણંદ જીઆઇડીસી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેના પગલે અણીયારી ગામના અહલ્યાવાસમાં રહેતો અને અણીયારીમાં શુભમ ક્લિનિક ચલાવતો રમેશ કાન્તિભાઈ કોળી પટેલ નામનો શખ્સ ઝડપાયો હતો. તેની પૂછપરછ કરતા ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલો અને તેની પાસે કોઈ મેડિકલ ડિગ્રીનું સર્ટિફિકેટ કે એલોપથી દવા રાખવાનું લાયસન્સ નહી હોવાનું ખૂલ્યું હતું એટલું જ નહી ગુજરાત કાઉન્સિલમાં કોઈ રજીસ્ટ્રેશન પણ કરાવેલ નથી. આ શખ્સે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગનો કોર્સ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. તેમ છતાં આ શખ્સે ક્લિનિક બનાવી ગેરકાયદે એલોપથી દવાઓ રાખી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે તેની પાસેથી ૧૪૭૧૬ રૂપિયાની કિંમતની એલોપથી દવાઓ અને તબીબી પ્રેક્ટિસના સાધનો જપ્ત કર્યા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ysncMb
via IFTTT
Post a Comment