
વિરમગામ : અમદાવાદ જીલ્લાના શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નજીવી બાબતે મારામારીના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યાં છે ત્યારે હાંસલપુર ગામે ફરીયાદીને તથા તેની બહેનને જેમ ફાવે તેમ ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યાની છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ બે શખ્સો સામે વિઠ્ઠલાપર પોલીસ સ્ટેશનમાં નોંધવા પામી છે. આ બનાવમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ છે.
ઉપરોક્ત માહિતી પોલીસસુત્રો તરફથી ફરીયાદી સાહિલકુમાર ડાહ્યાજી ઠાકોર રહે. બેચરાજીના જણાવ્યા મુજબ ફરીયાદી તથા તેનાં મોટો ભાઈ સચિન મારૂતી કંપનીના ૦૭ ગેઇટ આગળ ઉભા હતા તે દરમ્યાન બેચર ગામનાં મયુર પુજારી અને શ્રવણ દરબાર ગલ્લા ઉપર બેઠાહતા ત્યારે મયુરને કહેલ કે તુ મારી બહેન વિશે કેમ જેમ ફાવે તેમ બોલે છે તે બાબતે ભાઈ સચીન સમજાવતા ઉશકેરાઇ જઈ જેમ ફાવે તેમ ગાળો બોલી ગડદાપાટુનો માર મારી મયુર પુજારીએ સચીનને પેટના ભાગે છરી મારી લોહી લુહાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આરોપી (૧) મયુર પુજારી (૨) શ્રવણ સિંહ દરબાર વિરૂધ્ધ વિઠ્ઠલાપર પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે. વિઠ્ઠલાપર પોલીસ દ્વારા આરોપી વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં ઇજાગ્રસ્તને મહેસાણા સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qEzBd3
via IFTTT
Post a Comment