વિરમગામમાં વેપારીઓને ધમકાવી તોડ કરતો શખ્સ ઝડપાયો


- ટાઉન પોલીસમાં 2 શખ્સો સામે રાવ

- બે વેપારીઓ પાસે પૈસા પડાવ્યા બાદ બીજા દિવસે અન્ય જગ્યાએ જતા વેપારીઓએ પકડી પોલીસને સોંપ્યો

વિરમગામ : વિરમગામ શહેરમાં ગોળપીઠા આવેલ છે. આ ગોળપીઠાની અંદર તેલ, અનાજ, ગોળ, કરીયાણાના હોલસેલ વેપારીઓની દુકાનો આવેલ છે ત્યારે ગોળપીઠાના વેપારીઓને ન્યૂઝ પેનલનો ઓડિટર પત્રકાર તરીકે ઓળખ આપી 'લોકોને લુંટો છો, દુકાનને સીલ કરાવી ડરાવી ધમકાવીને રૂપિયા કઢાવી લેવા અંગે વિરમગામ ટાઉન પોલીસ મથકે બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે પોલીસસુત્રો તરફથી મળતી માહિતી મુજબ વિરમગામ ગોળપીઠામાં આવેલ શ્રીરામદર્શન ટ્રેડીંગ કું.ના માલિક ૨૭ જુલાઈના રોજ બપોર સુમારે દુકાન ઉપર હાજર હતા ત્યારે એક શખ્સે દુકાનમાં આવી વિવિધ બ્રાંડના સીંગતેલ, કપાસીયા, પામોલીન તેલના ડબ્બાના ભાવતાલ પૂછ્યા હતા. અંકુર સીંગતેલના  પાંચ ડબ્બાના રૂા. ૧૨૭૫૦ થાય તેમ જણાવેલ. ગ્રાહક બની આવેલ શખ્સે વિઝીટીંગ કાર્ડ  બતાવી પોતે ખાનગી ચેનલ અમદાવાદનો પત્રકાર છું તેવું જણાવી તમે પબ્લીકને લૂંટો છો. તેની મને ખબર છે તેમ કહી કેમેરા વોઈસ રેકાર્ડર લઈને જુદાજાદુ પ્રશ્નો પૂછી ેક તરફ લઈ જઈને દુકાનને સીલ કરાવી ટીવી ચેનલમાં પ્રસારિત કરાવી પોલીસ કેસ કરવાની ધમકી આપી રૂા. ૫૧,૦૦૦ની માંગણી કરતા વેપારીએ તેટલી રકમ નહીં હોવાનું જણાવતા રૂા. ૨૧૦૦૦ લઈને બાકીના રૂા. ૩૦,૦૦૦ બીજી વખત ાવુ ત્યારે આપજે તેમ કહી જતા રહેલ. બાદમાં આ શખઅસ શાંતિ ટ્રેડીંગ કું.ના માલિક પાસે પહોંચી પામોલીન તેલના ડબ્બાનો ભાવતાલ પૂછી ડબાનો ભાવ રૂા. ૨૦૫૦ હોવાનું જણાવતા તે શખ્સ પાકુ જીએસટીવાળુ બીલ લઈ કહેલ કે દુકાન આગળ દુકાનનું નામ વંચાય તે રીતે તેલનો ડબો લઈને ઊભા રહો તમારો ફોટો લેવો છે તેમ કહી ડરાવી ધમકાવી રૂા. ૧૧૦૦૦નો તોડ કરી બીલ અને ડબો મુકી જતાં રહેલ બાદમાં બીજા દિવસે અન્ય વહેપારીને ત્યાં જઈને તોડપાણીની વાત કરતા વેપારીઓ ેકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે આવીને હસમુખ વ્યાસને લઈ ગયેલ. આ બાબતે યોગેશભાઈ હરીભાઈ ઠક્કરએ વિરમગામ પોલીસ મથકે હસમુખ વ્યાસ અને ડ્રાયવર સામે ફરિયાદ નોંધાવેલ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zNUMMZ
via IFTTT

Post a Comment

Previous Post Next Post